અંકલેશ્વરના સારંગપુર ગામમાં મોડી રાત્રે બે અજાણ્યા શખ્સો યુવકની હત્યા કરીને ફરાર

0
16

અંકલેશ્વરઃ અંકલેશ્વરના સારંગપુર ગામની પદ્માવતી સોસાયટીમાં ગત મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ગેરેજ ચાલક યુવકનું મોત નીપજ્યું હતું. જોકે કયા કારણોસર યુવકની હત્યા થઇ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

શનિવારે રાત્રે 9:15 વાગ્યે ગેરેજ ચાલક સમીમ ખાન પોતાનું ગેરેજ બંધ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. આ સમયે બે અજાણ્યા સખ્સો સ્મિમ ખાન પર ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. જેમાં સમીમ ખાનને માથાના ભાગે ગોળી વાગી હતી. ફાયરિંગનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ્યાં યુવક લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. લોરોએ યુવકને તુરંત જ તાત્કાલિક જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.

અંકલેશ્વર તાલુકા પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિત એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here