Saturday, October 23, 2021
Homeઅંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી કંપનીમાં 5 કામદારને ઝેરી ગેસની અસર, 2ના મોત
Array

અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી કંપનીમાં 5 કામદારને ઝેરી ગેસની અસર, 2ના મોત

અંકલેશ્વરઃ અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી ટેક્નો ડ્રગ્સ ઇન્ટર મીડિયેટ કંપનીમાં ઝેરી ગેસની અસરથી આજે 5 કામદારોને અસર થઇ હતી. જેમાં 2 કામદારના મોત નીપજ્યા છે. અંકલેશ્વર તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કંપનીમાં કામગીરી કરી રહેલા 5 કામદારોને ઝેરી ગેસની અસર થતાં વિજય અને અનિલ નામના બે કામદારોના સ્થળ પર જ મોત નીપજ્યા હતાં. જ્યારે ત્રણ કામદારને ગંભીર હાલતમાં અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને આઇસીયુમાં રાખવામાં આવ્યા છે.

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી ટેક્નો ડ્રગ્સ ઇન્ટર મીડિયેટ કંપની ડ્રગ્સ અને ફાઇન કેમિકલનું ઉત્પાદન કરે છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments