અંકલેશ્વર અને ધોલેરામાં એરપોર્ટ નિર્માણ માટે ગુજરાત સરકાર અને AAI વચ્ચે MOU

0
39

ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાતના બીજા દિવસે ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા વચ્ચે ધોલેરા અને અંકલેશ્વરમાં એરપોર્ટના એમઓયુ થયા હતા. વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુની મુલાકાત દરમિયાન સમજૂતી કરાર થયા હતા. તો તાઈવાનની સાથે 680 કરોડ કરોડના દહેજમાં રોકાણના કરાર કરાયા હતા.

મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીએ ધોલેરામાં 1500 કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને અંકલેશ્વરમાં 92 હેક્ટર વિસ્તારમાં ડેવલમેન્ટ એન્ડ ઓપરેશનલ ઓફ એરપોર્ટ એન્ડ એમ આર ઓ માટેના સમજૂતી કરાર કર્યા હતા. વરિષ્ઠ સચિવો પણ આ સમયે હાજર રહ્યા હતા. રૂપાણીએ જણાવ્યું હતું કે, ધોલેરાના ઇન્ડસ્ટ્રિયલ વર્લ્ડ ક્લાસ ડેવલેપમેન્ટમાં એરપોર્ટ નિર્માણ કરાર મહત્વ પૂર્ણ બની રહેશે.

વન ટુ વન બેઠકના દૌરમાં તાઈવાનની પ્રતિષ્ઠિત કંપની સીએસઆરસીના ચેરમેન જાસુન કુઉએની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળ સાથે  યોજેલી બેઠકમાં ગુજરાતના દહેજમાં કાર્બન બ્લેક ઇલેક્ટ્રિક એન્ડ સ્ટીમ માટેના એમઓયુ સંપન્ન થયા હતા. રૂ. 680 કરોડના ખર્ચે આ પ્લાન્ટ 2020 સુધીમાં પૂર્ણ થશે અને ગુજરાતમાં અંદાજે 400 લોકોને સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઉભી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here