અંકલેશ્વર પાસે કેમિકલ ભરીને જતી ટેન્કર પલટી, ગેસ નીકળતા ફાયરબ્રિગેડે કાબૂ મેળવ્યો

0
46

અંકલેશ્વરઃ ઝગડીયા જીઆઇડીસી સ્થિત નવા ગામ કરારવેલ નજીક યુપીએલ-5માંથી પીસીએલ 3 નામનું કેમિકલ ભરી જતું ટેન્કરનું પલ્ટી મારી ગયુ હતું. રોડની બાજુમાં પલટી મારતા કેમિકલ લીકેજ થતા ગેસ વછૂટ્યો લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. ઝઘડિયા જીઆઇડીસીની યુપીએલ-5માંથી પીસીએલ-3 નામનું કેમિકલ ભરીને વાપી જતું હતું. કંપનીના ટેક્નિશિયનો અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને રેતી નાખીને લીકેજ ગેસ બંધ કરાયો ઘટનામાં કોઈને ગેસ અસર કે હોનારત ના સર્જાતા કંપની સંચાલકો હાશકારો અનુભવ્યો હતો.

કંપની મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા જ તેમજ ટેક્નિકલ મેનેજમેન્ટ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તુરંત જ લીકેજ બંધ કરાવ્યું હતું. એટલું જ નહીં ઘટનામાં કોઇ જ જાનહાની કે કોઈને અસર થઇ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here