- Advertisement -
ઇન્ટરનેશનલ ડેસ્કઃ માફિયા ડોન રવિ પુજારીને સેનેગલ (દક્ષિણ અમેરિકા)ની રાજધાની ડકારથી પકડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. મીડિયા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. તેને પૂછપરછ માટે ભારત પણ લાવવામાં આવી શકે છે. આ પહેલાં માનવામાં આવે છે કે પુજારી ઓસ્ટ્રેલિયામાં છુપાયેલો છે. 1990ના દશકામાં તે મુંબઈથી પોતાનું નેટવર્ક ચલાવતો હતો.
છોટા રાજનને ઉસ્તાદ માનતો હતો
-
રવિ પુજારી છોટા રાજનને પોતાનો ઉસ્તાદ માનતો હતો. જો કે 2001માં બંને અલગ થઈ ગયા. રાજન હાલ નવી મુંબઈની જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે.
-
માનવામાં આવે છે કે જ્યારે મુંબઈ પોલીસે અનેક શૂટરોની ધરપકડ કરી તો પુજારીએ બેંગ્લુરુને પોતાનો અડ્ડો બનાવ્યો. તે મૂળરૂપથી મેંગ્લોરના પદબિદ્રીનો રહેવાસી છે. તે અંગ્રેજી અને કન્નડ ભાષા પર સારૂ પ્રભુત્વ ધરાવે છે.
-
ગત વર્ષે જવાહરલાલ યુનિવર્સિટીના નેતા ઉમર ખાલિદ, સ્ટૂડન્ટ એક્ટિવિસ્ટ શહલા રાશિદ અને દલિત નેતા તેમજ ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને પુજારી તરફથી ધમકી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.