અંતિમ દર્શન માટે પાર્રિકરના પાર્થિવ દેવને જ્યાં રાખવામાં આવ્યો હતો તે જગ્યાનું શુદ્ધિકરણ કરાયું

0
0

પણજીઃ સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પાર્રિકરનું પાર્થિવ શરીર જ્યાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું, તે જગ્યાનું બાદમાં શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. મામલાની સુચના મળતાં જ સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. અંતિમ દર્શન માટે પર્રિકરનો પાર્થિવ દેહ કલા એકેડમીના પરિસરમાં રાખવામાં આવ્યો હતો.

ગોવાના કલા અને સંસ્કૃતિ મંત્રી ગોવિંદ ગૌડે ફેસબુકમાં પોસ્ટ કરી કહ્યું કે, “કલા એકેડમી મારા મંત્રાલય અંતર્ગત કામ કરે છે. અમે શાસકીય ઈમારતમાં આ પ્રકારની પ્રવૃતિઓને મહત્વ ન આપી શકીએ. કલા એકેડમી પરિસરમાં થયેલી કેટલીક પ્રવૃતિઓને લઈને મેં તપાસના આદેશ આપ્યાં છે.”

કલા તેમજ સંસ્કૃતિ કેન્દ્ર સચિવ ગુરુદાસ પિલરનેકરે કહ્યું- “એકેડમી સ્ટાફ દ્વારા ચાર પંડિતોને ઓમના મંત્રોચ્ચાર માટે બોલાવવામાં આવ્યા હતા. ચાર પંડિતોએ જે કર્યું તે શુદ્ધિકરણ ન  હતું, ઓમનો મંત્રોચ્ચાર હતો.” જોકે સચિવે તે ન જણાવ્યું કે મંત્રોચ્ચાર કેમ કરવામાં આવ્યા હતા.
પાર્રિકરનું 17 માર્ચે 63 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું. તેઓ લગભગ એક વર્ષથી કેન્સરની સારવાર લઈ રહ્યાં હતા. 18 ઓક્ટોબરે પણજીના એસએજી મેદાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here