Thursday, September 23, 2021
Home'અંદાઝ અપના અપના'ની સિક્વલમાં પણ ઓરિજિનલ સ્ટાર કાસ્ટ સલમાન અને આમિર ખાન...
Array

‘અંદાઝ અપના અપના’ની સિક્વલમાં પણ ઓરિજિનલ સ્ટાર કાસ્ટ સલમાન અને આમિર ખાન જ હશે

બોલિવૂડ ડેસ્ક: 1994ની કોમેડી ફિલ્મ ‘અંદાઝ અપના અપના’ની સિક્વલ બનવાની છે. મૂળ ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર સંતોષી હતા. અગાઉ એવી ચર્ચા પણ હતી કે આ સિક્વલમાં વરુણ ધવન અને રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં હશે. પરંતુ હવે એવી વાત સામે આવી રહી છે કે ફિલ્મની સિક્વલમાં ફિલ્મની ઓરિજિનલ કાસ્ટ સલમાન ખાન અને આમિર ખાન જ હશે.

સૂત્રોએ જણાવેલી માહિતી મુજબ, સલમાન ખાને ફિલ્મના પ્રોડ્યૂસર્સને ડિરેક્ટર માટે અલી અબ્બાસ ઝફરનું નામ સજેસ્ટ કર્યું છે. ઉપરાંત આમિર ખાન પણ અલી અબ્બાસના નામ સાથે સહમત થયો છે. વધુમાં માહિતી એવી પણ છે કે, ઓરિજિનલ ફિલ્મમાં જે રોલ ગોવિંદાએ કર્યો હતો તે રોલ સિક્વલમાં શાહરુખ ખાન કરી શકે છે. ફિમેલ લીડ માટે ઓરિજિનલ એક્ટ્રેસ રવિના ટંડન અને કરિશ્મા કપૂરને બદલે અત્યારની કોઈ એક્ટ્રેસને લેવામાં આવશે.

નેક્સ્ટ ફિલ્મ
હાલ સલમાન ખાન તેની ‘દબંગ 3’ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે જ્યારે આમિર ખાન ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મમાં વ્યસ્ત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments