Sunday, November 28, 2021
Homeઅંધાધૂંધી બાદ AMCએ ફ્લાવર શોના દિવસો વધાર્યા, 26-27 જાન્યુ.એ રૂ. 10ને બદલે...
Array

અંધાધૂંધી બાદ AMCએ ફ્લાવર શોના દિવસો વધાર્યા, 26-27 જાન્યુ.એ રૂ. 10ને બદલે રૂ.50 ફી

અમદાવાદઃ AMC દ્વારા આયોજિત ફલાવર શોમાં ગઈકાલે અંધાધૂંધી સર્જાયા બાદ આજે શોના દિવસો વધારવામાં આવ્યા છે. હવે ફ્લાવર શો 22 જાન્યુઆરીને બદલે 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. જ્યારે 26 અને 27 જાન્યુઆરીએ શોની ફી રૂ.50 નક્કી કરાઈ છે. આ સિવાયના દિવસોમાં રૂ.10ની ટીકીટ લેવાની રહેશે.

રવિવારે AMCએ લોકોને મુલાકાત ટાળવા માટે અપીલ કરવી પડી હતી

લોકોએ દિવાલ કુદી પ્રવેશ મેળવ્યો હતો

AMCના અણઘડ વહીવટને પગલે રવિવારના રોજ ફ્લાવર શોમાં મુલાકાતીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફ્લાવર શોમાં એન્ટ્રી મેળવવા  ટિકિટથી લઇને પાર્કિંગ, પાણી જેવી સુવિધા ન મળતાં મુલાકાતીઓ હેરાન-પરેશાન થયા હતાં. માત્ર એટલું જ નહીં,  દૂર દૂરથી આવેલા લોકોને એન્ટ્રી ન મળતાં  દીવાલ કુદીને પ્રવેશે મળવ્યો હતો. જેને પગલે કોર્પોરેશને લોકોને મુલાકાત ટાળવા માટે અપીલ કરી હતી.

3 કિલો મીટર સુધી ટ્રાફિક જામ થયો હતો

04 લાખ લોકો રવિવારે ફ્લાવર શો જોવા ઉમટ્યા
03 કિલોમીટર સુધી રિવરફ્રન્ટ રોડ પર ટ્રાફિકજામ
20 બસ લોકોને ફ્લાવર શોના સ્થળે લઈ જવા મુકાઈ
260 પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત માટે ગોઠવાયા
7.50 લાખ અલગ અલગ પ્રકારના રોપા ફ્લાવર શોમાં છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments