અંધ દીકરા માટે મહાભારતનો સંજય બની ગઈ મા, દીકરાને ફૂટબોલની એક-એક પળ સંભળાવી

0
36

ફુટબોલનાં ચાહકો તમે ઘણાં જોયા હશે. પણ ફુટબોલની જાદુગરીનાં ધૂની ચાહકો ભાગ્યે જ જોવા મળશે. સોશ્યલ મિડીયા પર એક વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં દેખાય છે કે એક મહિલા પોતાનાં પ્રજ્ઞાચક્ષુ પુત્રને લઈને ફુટબોલ મેચ નિહાળવા પહોંચી હતી. વાત આટલેથી ન અટકતા તેણે પોતાનાં પુત્રને મેચની કોમેન્ટ્રી કહી સંભળાવી હતી. ફુટબોલ મેચની પળેપળની અપડેટ્સ સાંભળીને પુત્ર પણ ખુશીથી ઝુમી ઉઠ્યો હતો. આવિડીયો બિલકુલ મહાભારત જેવો જ લાગે છે. જેમાં સંજયે ધૃતરાષ્ટ્રને મહાભારતનાં યુદ્ધની રજેરજની વાતો કહી હતી.

સિલ્વીયા ગ્રેકો નામની મહિલા પોતાનાં 12 વર્ષનાં પ્રજ્ઞાચક્ષુ પુત્ર નિકોલસને લઈને સ્ટેડિયમમાં આવી પહોંચી હતી. સ્થાનિક ફુટબોલ ટીમ પાલ્મીરાસ અને બોટોફોગો ડિ રિબીરીઓ વચ્ચે રમાયેલી મેચનો આંખે જોયેલો અહેવાલ તે પુત્ર નિકોલસને કહી રહી હતી. પોતાની માતાની કોમેન્ટ્રી સાંભળીને નિકોલસ ખુબ ખુશ જોવા મળ્યો. જાણે કે તો પોતાની સગી આંખે મેચ નિહાળી રહ્યો હોય એમ ઉત્સાહી જોવા મળ્યો હતો.

સ્ટેડિયમમાં રમાતી મેચને લઈને સિલ્વિયા પોતાનાં પુત્રને દરેક નાની-મોટી હલચલથી વાકેફ કરી રહી હતી. જો કે કોઈ ખેલાડીએ શોર્ટ સ્લિવ્સ પહેરી હતી. ત્યાંથી લઈને ખેલાડીએ પહેરેલા બુટ અને તેનાં વાળનો રંગ કેવો છે. તેવી દરેક વાતો તે પોતાનાં દિકરાને કરતી હતી.

સિલ્વિયાની કોમેન્ટ્રી સાંભળીને તેનો દિકરો પણ પોતાની ટીમનો ઉત્સાહ વધારતો જોવા મળ્યો હતો. સોશ્યલ મિડીયા પર વિડીયો વાયરલ થતા સિલ્વિયાએ જણાંવ્યું કે હું કોઈ પ્રોફેશનલ નથી. હું જે અનુભવું છું તેને શબ્દોમાં પરોવીને મારા દિકરા સુધી પહોંચાડુ છું.

સિલ્વિયા એ કહ્યું કે આ પહેલા પણ ઘણી વખત લોકોએ આવું આવું કર્યુ છે. તેમની પાસેથી જ મને પ્રેરણા મળી. સિલ્વિયા એ કહ્યું કે વિશ્વ કપ 2018માં કોલંબિયાનાં એક ફેને પોતાનાં મિત્રને પણ આવી રીતે જ મેચની કોમેન્ટ્રી સંભળાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here