અંબાજી ગબ્બર ફરતે કાચનો સ્કાય વોક બનશે, વાઇબ્રન્ટમાં MOU થયા

0
120

અંબાજી:  જગપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર 51 શક્તિપીઠના નિર્માણ બાદ હવે ભારતમાં પહેલીવાર ગબ્બર પર્વતની ફરતે સ્કાય વોક બનાવવાનું આયોજન હાથ ધરાશે. જેના માટે ગબ્બર પહાડ પર રોપ વે સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.

ભારતનું પ્રથમ સ્કાય વોક
  • ચીનમાં કાચના પુલ જેવો જ કાચ પર હજારો ફૂટની ઊંચાઈએ ચાલવાનું હવે ગુજરાતના ગબ્બર પર્વત પર શક્ય બનશે. આ માટે ગુજરાત સરકારે ગાઝિયાબાદ, નવી દિલ્હીની ઉષા બ્રેકો પ્રાઇવેટ લિમિટેડ સાથે વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમ દરમિયાન એમઓયુ થયા હોવાનું સામે આવ્યું છે. જોકે આ અંગે હજુ સુધી સત્તાવાર નિવેદન વહીવટી તંત્ર દ્વારા અપાઇ રહ્યું નથી. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગબ્બર પર્વતની ફરતે કાચ પર ચાલવા માટે ટ્રેક બનાવવામાં આવશે. જે ભારતભરમાં પ્રથમ હશે.
શ્રદ્ધાળુઓ રોમાંચિત બન્યા
  • ઉલ્લેખનીય છે કે ગબ્બર પર્વત હજારો વર્ષ જુનો હોવાનું મનાય છે. અને પાછલા 300 વર્ષથી અહીં અખંડ જ્યોતના દર્શન કરવા લાખો ભક્તો અંબાજી આવતા હોય છે. જેમના માટે અહીં રોપ-વેની સુવિધા પણ ઉપલબ્ધ છે. ત્યારે હવે અહીં ગબ્બરની પ્રદક્ષીણા અનેરા રોમાંચ સાથે કરી શકાય તે હેતુથી કાચનું પ્લેટફોર્મ બનાવવામાં આવનાર છે. અગાઉ 70 કરોડના ખર્ચે ગબ્બર પહાડની ફરતે 51 શક્તિપીઠો ઊભા કરવામાં આવ્યા હતા ત્યારે હવે કાચના પ્લેટફોર્મને લઈ શ્રદ્ધાળુઓ ભારે રોમાંચિત થઈ ઉઠ્યા છે.
ચીનમાં બનેલો આ પ્રકારનો સ્કાય વોક સમગ્ર દુનિયાને આકર્ષિત કરી રહ્યો છે
  • ચીનમાં ધ ઝેનજિયાંજી ગ્રાંડ કેનયોન ગ્લાસ બ્રિજ બનાવાયો છે જેની ગણના વિશ્વના સૌથી ઉંચો અને લાંબા બ્રિજ તરીકે થાય છે. જે ચીનનાં ઝેનજિયાંજી શહેરનાં વુલિંગયુઆન વિસ્તારના પહાડો પર બનાવાયો છે. આ બ્રિજની ખાસીયત એ છે કે તે જમીનથી 300 મીટર ઉંચાઇએ સ્થિત, 430 મીટર લાંબો અને 6 મીટર પહોળો છે. કાચના ફ્લોરિંગવાળો આ બ્રિજ એક સાથે 800 માણસોનું અને એક દિવસમાં 8000 માણસોનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here