અંબાજી મંદિરે ચેન્નાઇના મારવાડી પરિવારે 444 ગ્રામ વજનના સોનાના હારનું દાન કર્યું

0
40

અંબાજી: આજે અંબાજી મંદિરમાં ચેન્નાઇથી આવેલા મારવાડી પરિવારે 444 ગ્રામ સોનાના હારનું દાન માં અંબાના મંદિરમાં અર્પણ કર્યું હતું. આ હારમા રુબી (રશિયન ડાયમંડ) નો ઉપયોગ કરવામાં આવેલ છે અને આ આખા હારનું વજન 460 ગ્રામ થાય છે જેમાં સોનાનું વજન 444 ગ્રામ છે જેની કિંમત 13 લાખ 54 હજાર 200 રૂપિયા છે.

અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર સતીષ ગઢવી, હરદાસ પરમાર અને દેવ શંકર દવે એ ચેન્નાઇના મનીષભાઈ ધનાસાથી હારનો સ્વીકાર કર્યો હતો. આ હારની વેલ્યુએશન સોની પાસેથી કઢાવી આ હારને અંબાજી મંદિરમાં પૂજા કરવામાં આવી હતી આજે અંબાજી મંદિરમા નડિયાદના ભક્તો દ્વારા 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here