“અંબાજી મંદિર તરફથી GISFS ના આઠ ગાર્ડ છુટા કરવામાં આવ્યા”

0
228
અંબાજી મંદિરમાં ૨૦ મે ના રોજ અંબાજી કોંગ્રેસના મહામંત્રી મેહુલ ગઢવી દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરી અંબાજી મંદિરમાં રાત્રે 11 વાગે પોતાનો જન્મદિવસ મનાવી કેક કાપી સેલિબ્રેશન કરતા હતા આ બાબત ના ફોટા મેહુલ ગઢવી દ્વારા પોતાના ફેસબુક પેજ ઉપર મુકવામાં આવ્યા હતા ત્યારબાદ મીડિયામાં ખબર આવતા મેહુલ ગઢવી 2018 અને 2019 ના પોતાના જન્મ દિવસ ના ફોટા હટાવી લીધા હતા, આ બાબત ની ગંભીરતા જોઈ અંબાજી મંદિર પ્રશાસન તાત્કાલિક ધોરણે આ સમગ્ર ઘટનામાં જે કસૂરવાર ગાર્ડ હતા તે આઠ ગાર્ડને આજરોજ અંબાજી મંદિર માંથી છૂટા કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો
અંબાજી મંદિરમાં મેહુલ ગઢવી દ્વારા 2018 અને 2019 ના સમયમાં પોતાનો જન્મ દિવસ અંબાજી મંદિર બંધ થઈ ગયા બાદ ઉજવ્યો હતો.
 અંબાજી મંદિર બંધ હોય ત્યારે કોઈપણ વીઆઈપી કે અન્ય કોઈ માણસને મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવતો નથી ત્યારે 2018 અને 2019 ના વર્ષમાં અંબાજી મંદિર બંધ થઈ ગયા બાદ મેહુલ ગઢવી મંદિર મા ગેર કાયદેસર પ્રવેશ કરી કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરેલ છે અને હાથમાં બંદૂક લઈ પોતાના ફોટા પાડી સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરેલ છે આ બાબતે મીડિયા દ્વારા  અહેવાલો પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને મેહુલ ગઢવી દ્વારા 2018 અને 2019 ના જન્મદિવસ ઉજવણી ના ફોટાઓ  વિવાદ થતા હટાવી દેવા માં આવ્યા છે પણ હજી સુધી અંબાજી પોલીસ અને અંબાજી મંદિર કેમ મેહુલ ગઢવી ઉપર કાયદેસર પગલાં ભરતી નથી
મેહુલ ગઢવી દ્વારા અંબાજી ટેમ્પલ નામ નું ગેરકાયદેસર whatsapp ગ્રુપ બનાવ્યું :-
અંબાજી મંદિર માં રાત્રે જન્મદિવસ મનાવી વિવાદમાં આવેલા મેહુલ ગઢવી ના એક પછી એક કારનામાં બહાર આવી રહ્યા છે 2019 માં પણ મેહુલ ગઢવી અંબાજી મંદિરમાં રાત્રે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો ત્યારબાદ મીડિયા દ્વારા વધુ તપાસ કરતા મેહુલ ગઢવી 2018 ના વર્ષમાં પણ પોતાનો જન્મદિવસ અંબાજી મંદિર મા ઉજવ્યો હતો હવે મેહુલ ગઢવી અંબાજી ટેમ્પલ નામનું ગેરકાયદેસર અને કોઈ પણ જાતની પરવાનગી વગર અંબાજી ટેમ્પલ ગામ નું whatsapp ગ્રુપ બનાવેલ છે આ ગ્રુપમાં સૌથી વધુ જી આઇ એસ એફ એસ ના ગાર્ડ જોડાયેલા છે
અંબાજી મંદિર ના ચેરમેન સંદીપ સાંગલે અને અંબાજી મંદિરના વહીવટદાર એસ જે ચાવડા તાત્કાલિક ધોરણે મેહુલ ગઢવી દ્વારા ગેરકાયદેસર whatsapp ગ્રુપ બનાવવાના ગુનામા કાયદેસર પોલીસ ફરિયાદ નોધાવી તાત્કાલીક ધરપકડ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે
રિપોર્ટર : મહેશ સેનેમા, CN24NEWS, અંબાજી, દાંતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here