અંબાજી : મોકડ્રીલના વીડિયો આતંકી હુમલાના નામે સોશિયલ મીડિયામાં વાઈરલ, પોલીસની કાર્યવાહીની ચીમકી

0
35

પાલનપુર: યાત્રાધામ અંબાજીમાં ગત માર્ચ માસમાં ચૂંટણી પૂર્વે પોલીસે આંતકવાદની એક મોકડ્રીલ કરી હતી. કાશ્મીરની સ્થિતિને પગલે હાલ કેટલાક શખ્સો દ્વારા મોબાઇલમાં હાલના સમયે સોશિયલ મીડિયામાં વાઈરલ કરાતા પોલીસ દ્વિધામાં મૂકાઇ છે.
જૂની મોકડ્રીલને આતંકવાદી હુમલો ગણાવ્યો
એક તરફ દેશમાં આંતકવાદ નો ડોળો છે ને બીજી તરફ અંબાજીમાં ટૂંક જ સમયમાં યોજાનાર ભાદરવી પૂનમનો મેળો છે. જેમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી આવતા હોય છે. ત્યારે આવા સમયે અગાઉ થયેલી મોકડ્રીલને સાચો આંતકવાદી હુમલો થયો હોય તેવા સમાચારો વાઈરલ કરવામાં આવ્યા હતા. જેને લઇ પોલીસ હરકતમાં આવી છે અને આ મોકડ્રીલ ને કોઈ સાચો આંતકવાદી હુમલો ન સમજવા વિનંતી કરી છે.
અંબાજી પોલીસે સખત કાર્યવાહી કરવા ચીમકી આપી
સમય વીતી ગયા બાદ આવા વીડિયો વાઈરલ કરી લોકોમાં ગેરસમજ ઊભી કરવા અને ભયનો માહોલ ફેલાવા બાબતે વીડિયો અને વાઈરલ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે તેમ અંબાજી પોલીસ ઈન્સ્પેકટર કે. એસ. ચૌધરી જણાવ્યું હતું. ભ્રામક વાતોથી દૂર રહેવા અપીલ પણ કરી હતી. જો કોઈ હજી પણ આવા વીડિયો અને સોશિયલ મીડિયામાં કરાશે તો પોલીસ તેની સામે સખત કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here