Thursday, October 21, 2021
Homeઅંબાણી પરિવારમાં વાગશે શરણાઇ : આ દિવસે આકાશ-શ્લોકા લેશે સાત ફેરા, આટલા...
Array

અંબાણી પરિવારમાં વાગશે શરણાઇ : આ દિવસે આકાશ-શ્લોકા લેશે સાત ફેરા, આટલા દિવસ સુધી ચાલશે શાહી સમારોહ

મુકેશ અંબાણીની દિકરી ઇશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન બાદ ઇશાના ભાઇ આકાશ અંબાણી ટૂંક સમયમાં શ્લોકા મહેતા સાથે લગ્નના બંધનમાં બંધાઇ જશે. આકાશ-શ્લોકાના લગ્નની તારીખ સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને 9 માર્ચાના રોજ સાત ફેરા ફરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સમારોહ મુંબઇના જિયો વર્લ્ડ સેન્ટરમાં 3 દિવસ સુધી ચાલશે.

https://www.instagram.com/p/BtJg8GVH_WL/?utm_source=ig_embed

જણાવી દઇએ કે આકાશ અંબાણીની થનાર પત્ની શ્લોકા મહેતા ઘણી વખત શોપિંગ કરતાં જોવા મળ્યા છે. તાજેતરમાં જ એ લોકોને મુંબઇમાં મોનિશા જયસિંહના સ્ટોરની બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એવો અંદાજો લગાવવામાં આવ્યો હતો કે મુકેશ અંબાણીના ઘરે જલ્દી શરણાઇ વાગશે.

https://www.instagram.com/p/BrYA0YtH2lC/?utm_source=ig_embed

હવે તે કન્ફર્મ થઇ ગયું છે કે આ વર્ષે માર્ચમાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતા લગ્ન કરશે. બંનેના લગ્નની તારીખ પણ નક્કી થઇ ગઇ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ વર્ષે 9 માર્ચે આકાશ અને શ્લોકા લગ્નના બંધનમાં બંધાશે. બંનેના લગ્નનો સમારોહ 3 દિવસ સુધી ચાલશે. આકાશ અંબાણીની જાન સાંજે 3.30 એ જિયો સેન્ટર જશે.

https://www.instagram.com/p/BnT03v4FviO/?utm_source=ig_embed

10 માર્ચે આકાશ અને શ્લોકાનું વેડિંગ સેલિબ્રેશન થશે અને તેના બીજા દિવસે એટલે કે 11 માર્ચે વેડિંગ રિસેપ્શન યોજાશે. આ ફંક્શનમાં બંને પરિવારના લોકો અને નજીકના લોકો સામેલ થશે. આ તમામ કાર્યક્રમ પણ જિયો સેન્ટરમાં જ થશે.

https://www.instagram.com/p/BmknrZWlVee/?utm_source=ig_embed

પ્રાપ્ત માહિતી અનુસાર લગ્ન પહેલા આકાશ અંબાણી પોતાની બેચલર પાર્ટી કરી રહ્યો છે જે સ્વિટ્ઝરલેન્ડના સેન્ટ મોરિટ્ઝમાં હશે. આ પાર્ટીમાં ઘણી મોટી મોટી ફિલ્મ હસ્તીઓ પણ પહોંચશે. આ સેલિબ્રેશન 23 થી 25 ફેબ્રુઆરી સુધી ચાલશે. જણાવી દઇએ કે રણબીર કપૂર આકાશનો ખૂબ જ નજીકનો મિત્ર છે અને તે આ પાર્ટીમાં જોવા મળશે. સાથે જ બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જોહર પણ આ બેચલર પાર્ટીમાં જોડાશે.

https://www.instagram.com/p/BmItIimFuW5/?utm_source=ig_embed

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં મુકેશ અંબાણીએ પુત્રી ઇશા અંબાણીના લગ્ન આનંદ પીરામલ સાથે ખૂબ જ શાનદાર રીતે કર્યા હતા. જેમાં દેશના મોટી રાજકીય અને ફિલ્મી હસ્તીઓની સાથે મોટા બિઝનેસમને હાજરી આપી હતી.

https://www.instagram.com/p/BtBEcbgHnkW/?utm_source=ig_embed

આકાશ અંબાણીની ભાવિ પત્ની શ્લોકા જાણીતા હીરા વેપારી રસેલ મહેતાની નાની દિકરી છે. આકાશ અને શ્લોકાએ એક જ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને બંને બાળપણના મિત્રો છે. ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ શ્લોકા 2009માં ન્યૂ જર્સીના પ્રિંસટન યુનિવર્સીટીમાં અભ્યાસ કર્યો છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments