અકસ્માત / આણંદ નજીક મહિસાગર બ્રિજ પાસે લક્ઝરી બસમાં આગ લાગી, 56 મુસાફરોનો ચમત્કારી બચાવ

0
15

  • CN24NEWS-15/06/2019

આણંદ: શનિવારે સાંજે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર આણંદ નજીકના મહિસાગર બ્રિજ પાસે મુંબઇના 56 મુસાફરો ભરેલી લક્ઝરી બસમાં આગ લાગી હતી. આગના કારણે આખી લક્ઝરી બસ બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે બસમાં બેસેલા મુસાફરોનો ચમત્કારી રીતે બચાવ થયો હતો. દુર્ધટના બાદ હાઇવે પર લોકોના ટોળા એકઠા થઇ ગયા. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફાયર ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here