Tuesday, December 7, 2021
Home2019થી લોકોને મળશે ઇ-પાસપોર્ટ, નહીં થાય કોઇ પણ પ્રકારની છેતરપિંડી
Array

2019થી લોકોને મળશે ઇ-પાસપોર્ટ, નહીં થાય કોઇ પણ પ્રકારની છેતરપિંડી

વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનથી મંજૂરી મળ્યા બાદ ઇ-પાસપોર્ટ જારી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઇ-પાસપોર્ટમાં લાગેલી એક નાની ચિપમાં પાસપોર્ટ ધારકની પૂરી ડિટેલ રહેલી હશે. લોકોને આ ઇ-પાસપોર્ટ ડિસેમ્બર 2019 સુધી મળવા લાગશે. પહેલા આ ટ્રાયલ બેસ પર જારી કરવામાં આવશે, બાદમાં કોમર્શિયલ રૂપમાં લોકોને મળશે.

વિદેશ મંત્રાલય અનુસાર એના ટેન્ડર માટેની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ઇ-પાસપોર્ટને મેન્યુફેક્ચરિંગ નાસિકના ઇન્ડિયન સિક્યોરિટી પ્રેસમાં થશે. એના માટે આઇએસપીને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન દ્વારા પાસપોર્ટ બનાવવામાં ઉપયોગમાં થતી ઓપરેટિંગ સિસ્ટમને લેવાનું ટેન્ડર નાંખવાની મંજૂરી આપવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા પૂરી થતા જ પાસપોર્ટ બનવાનું શરૂ થઇ જશે.

ઇ પાસપોર્ટ વર્તમાન પાસપોર્ટની જેમ જ હશે. એમાં એક ચિપ લાગેલી હશે, જેમાં પાસપોર્ટ અધિકારીના ડિજીટલ સિગ્નેચર ઉપરાંત પાસપોર્ટ ધારકનું નામ, જેન્ડર, ડેટ ઓફ બર્થ અને એક ડિજીટલ ફોટો હશે. તો બીજી બાજુ પાસપોર્ટમાં રહેલી ચિપમાં ધારકની આંગળીઓના નિશાન પણ સામેલ હશે.

વિદેશ મંત્રાલયે ઇ-પાસપોર્ટ લાવવાનો મુખ્ય ઉદ્દેશ મુખ્ય રીતે સુરક્ષા સુવિધાઓમાં સુધાર કરવાનું જણાવ્યું છે. વર્તમાનમાં જે પાસપોર્ટ જારી કરવામાં આવે છે, ઇ-પાસપોર્ટ એનાથી વધારે સુરક્ષિત હશે. હાઇ સિક્યોરિટી ચિપ લાગેલી હોવાને કારણે એમાં કોઇ પણ પ્રકારથી ટેમ્પરિંગ કરવું શક્ય થશે નહીં. સાથે જ એરપોર્ટ જેવી જગ્યાઓ પર ભૌતિક ચકાસણી કરવી સરળ થશે. વર્તમાનમાં 100 થી વધારે દેશ ઇ-પાસપોર્ટ જારી કરી રહ્યું છે. એ યાદીમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments