Tuesday, December 7, 2021
Homeઅક્ષય કુમારની ફિલ્મ 'કેસરી'નું વીરરસથી છલકાતું ટ્રેલર રિલીઝ, 21 માર્ચે ફિલ્મ રિલીઝ...
Array

અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’નું વીરરસથી છલકાતું ટ્રેલર રિલીઝ, 21 માર્ચે ફિલ્મ રિલીઝ થશે

બોલિવૂડ ડેસ્કઃ અક્ષય કુમાર અને પરિણીતી ચોપરાને ચમકાવતી ઘર્મા પ્રોડક્શન્સની ફિલ્મ ‘કેસરી’નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. 3.05 મિનિટના આ ટ્રેલરમાં અક્ષય કુમાર મસમોટી પાઘડી અને ઘેઘૂર દાઢી સાથે સિખ સૈનિક તરીકે દેખાઈ રહ્યો છે. અક્ષયે સોશિયલ મીડિયા પર આ ટ્રેલર શેર કરીને લખ્યું કે વીરતા, બલિદાન અને બહાદૂરીની અત્યાર સુધી ક્યારેય સામે ન આવેલી વાર્તા.

આ ફિલ્મમાં અક્ષય કુમાર ઈશર સિંઘની ભૂમિકામાં દેખાશે. 12 સપ્ટેમ્બર, 1897ના રોજ હવાલદાર ઈશર સિંઘની સિખ રેજિમેન્ટે નોર્થ વેસ્ટર્ન પ્રોવિન્સના સારાગઢી ખાતે કેટલાય કલાકો સુધી દસ હજાર અફઘાની સૈનિકોની સામે ઝીંક ઝીલી હતી. રેજિમેન્ટને પૂરેપૂરી ખાતરી હતી કે તેઓ માત્ર મુઠ્ઠીભર સૈનિકો છે, જે દસ હજાર અફઘાની સૈનિકોની સામે ટકી શકશે નહીં. તેમ છતાં તેઓએ છેલ્લી ઘડી સુધી હિંમત ન હારી. અક્ષય કુમારે ગયા વર્ષે 12 સપ્ટેમ્બર, સારાગઢી ડે પર જ આ ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર કર્યો હતો.

કેસરીના ડિરેક્ટર અનુરાગ સિંઘ છે, જેમણે પંજાબી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘જટ્ટ એન્ડ જુલિયેટ’ બનાવી હતી. કેસરી 21 માર્ચ હોળીના તહેવાર પર રિલીઝ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments