અક્ષય કુમારની ‘સૂર્યવંશી’માં ગુલશન ગ્રોવર વિલન તરીકે જોવા મળશે

0
34

મુંબઈઃ બોલિવૂડના જાણીતા વિલન ગુલશન ગ્રોવર ‘સૂર્યવંશી’માં બેડમેન બનશે. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં અક્ષય કુમાર હિરો છે. 2020માં રિલીઝ થનારી આ ફિલ્મનું હાલમાં બેંગકોકમાં શૂટિંગ ચાલી રહ્યું છે.

પહેલાં પણ અક્ષય કુમાર-ગુલશન ગ્રોવરે સાથે કામ કર્યું છે
‘સૂર્યવંશી’માં અક્ષય કુમાર એટીએસ ચીફ વીર સૂર્યવંશીનો રોલ પ્લે કરે છે. કેટરીના કૈફ તેની પત્નીના રોલમાં છે. ગુલશન ગ્રોવર વિલનના રોલમાં છે. ગુલશન તથા અક્ષયે આ પહેલાં પણ સાથે કામ કર્યું છે. તેઓ ‘ખિલાડીઓ કે ખિલાડી’, ‘હેરાફેરી’, ‘ઈન્ટરનેશનલ ખિલાડી’ જેવી ફિલ્મ્સમાં સાથે જોવા મળી ચૂક્યાં છે. આ ફિલ્મમાં કામ કરવાને લઈ ગુલશન ગ્રોવરે કહ્યું હતું કે તે રોહિત શેટ્ટીનો ઘણો જ મોટો ફેન છે. તેઓ પોતાની ફિલ્મ બનાવતી વખતે પરિવાર તથા યુવા દર્શકોને ધ્યાનમાં રાખે છે. તે અક્ષય કુમાર સાથે કામ કરવાને લઈ ઉત્સુક છે. તે ભાઈ જેવો છે. તે ઘણો જ પોઝિટિવ તથા સપોર્ટિવ છે.

હાલમાં જ અક્ષયની સ્ટંટ કરતી તસવીર સામે આવી હતી
હાલમાં બેંગકોકમાં અક્ષય કુમાર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. અક્ષય હેલિકોપ્ટરમાં લટકતો હોય તેવી એક તસવીર વાયરલ થઈ હતી. આ તસવીરમાં અક્ષય કુમાર હેલિકોપ્ટર પર લટકીને સ્ટંટ કરતો જોવા મળે છે. તો રોહિત શેટ્ટી બાઈક ચલાવે છે. આ તસવીર અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામમાં શૅર કરતાં લખ્યું હતું, ‘કેઝ્યુઅલી લટકી રહ્યો છું. ‘સૂર્યવંશી’ના સેટ પર બીજો દિવસ.’ આ સાથે જ અક્ષયે ચેતવણી આપી હતી, ‘આ સ્ટંટ કરવાનો પ્રયાસ કરવો નહીં. તમામ સ્ટંટ એક્સપર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવ્યા છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here