Thursday, August 5, 2021
No menu items!
Homeઅક્ષય કુમાર-આલિયા ભટ્ટ સહિતના સેલેબ્સ ભારતીય નાગરિક ના હોવાને કારણે ચૂંટણીમાં મતદાન...
Array

અક્ષય કુમાર-આલિયા ભટ્ટ સહિતના સેલેબ્સ ભારતીય નાગરિક ના હોવાને કારણે ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં

મુંબઈઃ દેશમાં 17મી લોકસભાની ચૂંટણી માટે 11 એપ્રિલથી મતદાન શરૂ થયું છે. ચૂંટણી સાત તબક્કામાં યોજાશે, જેમાં અંતિમ તબક્કો 19 મેના રોજ છે અને 23 મેના રોજ મત ગણતરી છે. મુંબઈમાં 29 એપ્રિલના રોજ ચોથા તબક્કા માટેનું મતદાન છે. બોલિવૂડ સ્ટાર્સે ચાહકોને મતદાન કરવાની અપીલ કરી છે પરંતુ એવા કેટલાંક સ્ટાર્સ પણ છે, જે મત આપી શકશે નહીં. આમાં અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, કેટરીના કૈફ, દીપિકા પાદુકોણ, જેક્લીન ફર્નાન્ડિઝ સહિતના સેલેબ્સનો સમાવેશ થાય છે. આ સ્ટાર્સ ભારતીય નાગરિક ના હોવાને કારણે મતાધિકાર કરી શકશે નહીં.

અક્ષય કુમારઃ 51 વર્ષીય અક્ષય કુમારનો જન્મ અમૃતસર, પંજાબમાં થયો છે પરંતુ તે ભારતીય નાગરિક નથી. અક્ષય કુમાર પાસે કેનેડિયન પાસપોર્ટ છે. કેનેડાએ અક્ષય કુમારને સન્માનિત કરવા માટે કેનેડિયન નાગરિકતા આપી હતી. ભારતમાં બેવડી નાગરિકતાની મંજૂરી નથી અને તેથી જ અક્ષય કુમારને વોટ આપવાનો અધિકાર નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments