Tuesday, September 28, 2021
Homeઅખબાર વાંચતા વાંચતા જ ધારાસભ્યનું થયું મોત, 35 વર્ષથી પક્ષમાં હતાં
Array

અખબાર વાંચતા વાંચતા જ ધારાસભ્યનું થયું મોત, 35 વર્ષથી પક્ષમાં હતાં

તામિલનાડુમાં ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)ના ધારાસભ્ય આર. કાનગારાજનું ગુરુવારે સવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. જેમની ઉંમર 64 વર્ષ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે લગભગ 7.40 વાગ્યે તેઓ તેમના ઘરે અખબાર વાંચી રહ્યાં હતાં અને આ દરમ્યાન જ તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો.

તેમના પરિવારમાં તેમની પત્ની, દીકરો અને દીકરી છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે કોયંબતૂર જિલ્લામાં સુલૂર વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય કાનગારાજ જે સમયે સમાચારપત્ર વાંચી રહ્યાં હતાં, તે જ સમયે અચાનક કાર્ડયાક અરેસ્ટ થયો તો. પડોશમાંથી ધારાસભ્યના ઘરે આવેલા એક ડૉક્ટરે તેમને બચાવવાની પૂરી કોશિશ કરી પરંતુ તેઓ તેમાં સફળ ન રહ્યાં. સુલતાનપેટ સ્થિત તેમના ઘરે તેમનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો છે જ્યાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી શકે.

કાનગારાજ પ્રથમ વખત સુલૂર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. તેઓ છેલ્લાં 35 વર્ષથી AIADMKમાં હતાં. તેમના મોતથી હવે રાજ્યમાં 22 સીટો ખાલી થઈ ગઈ છે. ચૂંટણી પંચે રાજ્યની 18 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી જાહેર કરી છે. આ પેટાચૂંટણી 18 ઍપ્રિલની લોકસભા ચૂંટણી સાથે થવાની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments