Tuesday, September 21, 2021
Homeઅખરોટ ખાવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટી શકે છે
Array

અખરોટ ખાવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટી શકે છે

હેલ્થ ડેસ્કઃ અખરોટમાં રહેલું ઓમેગા-3 યાદશક્તિ વધારવામાં અને મગજની ક્રિયાઓને વધુ સતેજ બનાવવામાં મદદરૂપ બને છે તે આપણને બધાને ખબર છે. પરંતુ તાજેતરમાં થયેલા એક રિસર્ચથી એવું જાણવા મળ્યું છે કે અખરોટ ખાવાથી સ્ત્રીઓને સ્તન કેન્સરથી સુરક્ષિત કરી શકાય છે. જી હા, તાજેતરમાં થેયલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અખરોટ ખાવાથી બ્રેસ્ટ કેન્સર વધતું રોકી શકાય છે અને આ ગંભીર રોગના જોખમને પણ દૂર કરી શકાય છે.

આ અભ્યાસ જર્નલ ઓફ ન્યુટ્રિશન રિસર્ચના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. અભ્યાસના રિપોર્ટમાં જણાવાયું છે કે, 2 અઠવાડિયા સુધી દૈનિક 56 ગ્રામ અખરોટ ખાવાથી સ્તન કેન્સરથી પીડિત મહિલાઓના જીન્સમાં બદલાવ આવ્યો છે. યુ.એસ.ની માર્શલ યુનિવર્સિટીના સંશોધનકાર ડબલ્યુ ઇલેન હાર્ડમેને પણ કહ્યું છે કે, અખરોટ ખાવાથી બ્રેસ્ટ કેન્સર ના વિકાસને રોકી શકાય છે. તેમણે વધુ જણાવતા કહ્યું, ‘અમારી ટીમે રિસર્ચ બાદ અંદાજ લગાવ્યો છે કે અખરોટના સેવનથી કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. આમ માટે પેથોલોજિકલ રૂપથી પુષ્ટિ કરવામાં આવી કે સ્તન કેન્સરથી પીડિત મહિલાઓના જીન્સમાં બદલાવ આવ્યો છે, જેનાથી બ્રેસ્ટ કેન્સરના ગ્રોથ અને તેના જોખમને ઘટાડી શકાય છે.’

અભ્યાસના પ્રથમ ટ્રાયલમાં એવી મહિલાઓને સામેલ કરવામાં આવી જેના સ્તનમાં ગાંઠ હતી. આ મહિલાઓની પહેલી બાયોપ્સીના 2 અઠવાડિયા બાદ બીજી સર્જરી સુધી તેમને દરરોજ 56 ગ્રામ અખરોટ ખાવાનું કહેવામાં આવ્યું. ત્યારબાદ પેથોલોજીના અભ્યાસમાં એવું તારણ મળ્યું કે સ્તનમાં થયેલી ગાંઠ કેન્સરની જ હતી. બાયોપ્સીના બે અઠવાડિયા પછી સ્તન કેન્સરથી પીડાતી મહિલાઓની ફરીથી તપાસ કરવામાં આવી. જેમાં આ ગાંઠ કેટલાક અંશે ઓગળી ગયેલી જોવા મળી.

આ અભ્યાસના લેખક હાર્ડમેનના તારણોના આધારે એવું અનુમાન લગાવવામાં આવ્યું કે અખરોટ ખાવાથી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા ઓછી થઈ શકે છે. જોકે, તેમણે આગળ જણાવતાં એમ પણ કહ્યું કે, હજી આ વાતની પુષ્ટિ કરવા માટે મોટા પ્રમાણમાં કેટલાક અભ્યાસો હાથ ધરવાની જરૂર છે, જેનાથી એ જાણવા મળી શકે કે અખરોટ ખાવાથી ખરેખર સ્તન કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે કે પછી તે ફરી શરીરમાં બ્રેસ્ટ કેન્સર થતાં અટકાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments