Saturday, October 23, 2021
Homeઅખિલેશ-માયાવતીની આજે પ્રેસ કોન્ફરન્સ, ગઠબંધનથી ભાજપ માટે 60 સીટ મેળવવી સરળ થશે
Array

અખિલેશ-માયાવતીની આજે પ્રેસ કોન્ફરન્સ, ગઠબંધનથી ભાજપ માટે 60 સીટ મેળવવી સરળ થશે

લખનઉ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતી આજે પહેલીવાર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સકરવાના છે. આ પ્રેસ કોન્ફરન્સમાં લોકસભા ચૂંટણીમાં ગઠબંધનની જાહેરાત કરવામાં આવશે. બંને પક્ષ 37-37 સીટ પર ચૂંટણી લડે તેવી શક્યતા છે. 26 વર્ષ પછી સપા-બસપામાં ગઠબંધન થઈ રહ્યું છે. આ પહેલાં 1993માં થયેલી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સપા-બસપાનું ગઠબંધન થયું હતું.

સપા-બસપાના ગઠબંધનમાં જો કોંગ્રેસ, આરએલડી પણ સામેલ થાય તો ઉત્તરપ્રદેશમાં 60 લોકસભા સીટ પર ભાજપની સ્થિતિ સરળ થઈ જશે. 37-37 સીટ પર સપા-બસપાની લડવાની સ્થિતિમાં 6 સીટ સહયોગી દળને આપવામાં આવશે.

આ વચ્ચે મહાગઠબંધનના વધુ એક સહયોગી રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ અજીતસિંહે કહ્યું કે, “અમે ગઠબંધનનો જ હિસ્સો છીએ પરંતુ સીટની વ્હેંચણી પર વાતચીત નથી થઈ. કોંગ્રેસ ગઠબંધનની સાથે રહેશે કે નહીં તેના પરનો નિર્ણય અખિલેશ અને માયાવતી કરશે.”

બંને પાર્ટીઓ 37-37 સીટ પર ચૂંટણી લડી શકે છે

સપા અને બસપા 37-37 સીટ પર ચૂંટણી લડી શકે છે. મીડિયા રિપોટર્સ મુજબ ગત શુક્રવારે અખિલેશ અને માયાવતી વચ્ચે દિલ્હીમાં બેઠક થઈ હતી. જેમાં બંને પક્ષ કોંગ્રેસની સાથે મળીને ચૂંટણી લડવાના પક્ષમાં નથી તેવી પણ સામે આવી હતી. તેમાં એવો પણ દાવો કરાયો હતો કે અજીત સિંહના રાષ્ટ્રીય લોકદળ (RLD)ને પણ આ ગઠબંધનમાં સામેલ કરવામાં આવી શકે છે. જો કે આ સંબંધે હજુ કોઈ સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી

પહેલાં પણ સાથે આવ્યા હતા સપા-બસપા

મુલાયમ સિંહ યાદવે 1992માં સમાજવાદી પાર્ટીનું ગઠન કર્યું હતું. 1993માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં સપા-બસપાનું ગઠબંધન થયું હતું. તે સમયે બસપાની કમાન કાંશીરામ પાસે હતી. સપા 256 અને બસપા 164 વિધાનસભા સીટ પર ચૂંટણી લડ્યા હતા. સપાને 109 અને બસપાને 67 સીટ મળી હતી. પરંતુ 1995માં સપા-બસપાના સંબંધો ખરાબ થઈ ગયા હતા. તે સમયે જ 2 જૂન 1995માં ગેસ્ટ હાઉસ કાંડ પછી ગઠબંધન ટૂટ્યું હતું.

2018માં ભાજપને સપા-બસપાને કારણે નુકસાન થયું હતું

ગોરખપુર અને ફુલપુર લોકસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં બસપાએ સપા ઉમેદવારને મત આપવાની અપીલ કરી હતી. તો કૈરાના લોકસભા પેટાચૂંટણીમાં RLDના ઉમેદવારને સપા-બસપા અને કોંગ્રેસે સમર્થન આપ્યું હતું. ત્રણેય જગ્યાએ ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments