Wednesday, September 28, 2022
Home‘અગાઉના CMએ કહ્યું હતું, પટેલ મહિલાઓને શીશીમાં ઘી લેતી કરી દઈશ’:મંત્રી ઇશ્વર...
Array

‘અગાઉના CMએ કહ્યું હતું, પટેલ મહિલાઓને શીશીમાં ઘી લેતી કરી દઈશ’:મંત્રી ઇશ્વર પરમારે

- Advertisement -

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વર્ષ 2018માં નોંધાવેલું આર્થિક રીતે પછાત વર્ગ માટે 20 ટકા અનામતનું બિનસરકારી વિધેયક ગુરુવારે ચર્ચામાં આવ્યું હતું. ચર્ચા દરમિયાન સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વર પરમારે ‘અગાઉના એક મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું કે, પટેલની બહેનોને શીશીમાં ઘી લેતી કરી દઈશ’ તેવું કહેતા કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યોએ ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો. પરેશ ધાનાણીએ એવી માગ કરી હતી કે, મંત્રી પુરાવા રજૂ કરે નહીં તો શબ્દો પાછા ખેંચે. અધ્યક્ષે મંત્રી પુરાવા રજૂ કરે પછી ભૂતકાળનો રેકોર્ડ જોઇને નિર્ણય કરીશ તેમ કહીં મામલો થાળે પાડયો હતો.

મંત્રી વર્ગવિગ્રહ ફેલાવવા માગતા હોવાનો આક્ષેપ
કોંગ્રેસના ધારાસભ્ય ચાવડાએ વિધેયક રજૂ કરતી વખતે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર 10 ટકા ઇબીસી બિલ લાવી તેમાં પણ કોંગ્રેસનું સમર્થન છે, પણ બિનઅનામત વર્ગ માટે 20 ટકા અનામત હોવી જોઇએ તેવી અમારી માગ છે. આ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ શોરબકોર કરી મંત્રી વર્ગવિગ્રહ ફેલાવવા માગતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે મતદાનમાં  સરકારની બહુમતીને કારણે ચાવડાનું  બિન સરકારી વિધયક બહુમતીથી નામંજૂર કરાયું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular