Tuesday, September 21, 2021
Homeઅચાનક દારૂડિયાઓ એ કર્યો હુમલો, ચપ્પલ લઇને એકલા હાથે ફરી વળી આ...
Array

અચાનક દારૂડિયાઓ એ કર્યો હુમલો, ચપ્પલ લઇને એકલા હાથે ફરી વળી આ જાણીતી એક્ટ્રેસ

ટીવી એક્ટ્રેસ ચાહત ખન્ના માટે હોળીનો દિવસ ઘણો ભયાનક રહ્યો. હોળી તેના માટે ખૂબ જ ખરાબ અનુભવ લઇને આવી. રિપોર્ટ્સ અનુસાર તેની કાર પર 10-15 દારૂડિયાઓએ હુમલો કર્યો. આ ઘટના મલાડ પાસે સાંજે 7 વાગ્યાની આસપાસ ઘટી. દારૂડિયાઓએ ડ્રાઇવરને માર માર્યો અને સ્ક્રીન શીલ્ડ પણ તોડી નાંખ્યુ.

એક અહેવાલ અનુસાર ચાહતે તરત જ પોલીસને ફોન કર્યો કારણ કે તે સમયે તેને બચવાનો કોઇ રસ્તો ન દેખાયો અને તેની મદદે પણ કોઇ ન આવ્યુ. તે બાદ એક્ટ્રેસ ડ્રાઇવરને બચાવા માટે તે દારૂડિયાઓની સામે પડી. તેણે દારૂડિયાઓને ચપ્પલથી મારવાનું શરૂ કર્યુ.

પર્સનલ લાઇફની વાત કરીએ તો તાજેતરમાં જ ચાહતના માતાનું નિધન થયુ છે. તેણે આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી.

ચાહતે વર્ષ 2018માં પતિ ફરહાન મિર્ઝાથી અલગ થઇ ગઇ. તેણે ફરહાન સાથે છૂટાછેડા લઇ લીધાં. તેણે ફરહાન પર શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારવાનો આરોપ લગાવ્યો હતો. ચાહતની બે દિકરીઓ છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો ચાહત ‘બડે અચ્છે લગતે હૈ’, ‘કૂબૂલ હૈ’ જેવી લોકપ્રિય ટીવી સીરીયલમાં કામ કરી ચુકી છે. સાથે જ તેણે ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments