Tuesday, September 28, 2021
Homeઅજય દેવગને પોતાની નેક્સ્ટ ફિલ્મનું પોસ્ટર કર્યું રિવીલ, ફુલ ઓર કાંટેના અંદાજમાં...
Array

અજય દેવગને પોતાની નેક્સ્ટ ફિલ્મનું પોસ્ટર કર્યું રિવીલ, ફુલ ઓર કાંટેના અંદાજમાં દેખાયો

છેલ્લી ફિલ્મ ટોટલ ધમાલની સફળતા બાદ અજય દેવગને પોતાની વધુ એક કોમેડી ફિલ્મનું પોસ્ટર રિવીલ કર્યું છે. ફિલ્મના પોસ્ટરમાં અજય દેવગન પોતાના આઈકોનિક સીન સાથે નજર આવી રહ્યો છે. અજયે પોતાની પહેલી ફિલ્મ ફુલ ઓર કાંટેમાં પણ બે બાઈક પર પગ રાખી સ્ટન્ટ કર્યો હતો. એ પછી અજયે પોતાની એક્શન કોમેડી ફિલ્મ સન ઓફ સરદારમાં પણ બે ઘોડા પર પગ રાખી સ્ટન્ટ કર્યો હતો. હવે અજયે પોતાની આવનારી ફિલ્મ દે દે પ્યાર દેમાં આ જ સ્ટન્ટને રિપીટ કર્યો છે.

ફિલ્મમાં અજય દેવગનની સાથે તબ્બુ અને રકુલ પ્રિતિ સિંહ ગુપ્તા છે. જે બંને ફિલ્મમાં અજયની લેડી લવનો કિરદાર પ્લે કરશે. ફિલ્મનું પોસ્ટર શેર કરતા અજય દેવગને લખ્યું હતું કે…

ફિલ્મનું ટ્રેલર અજય દેવગનના જન્મદિવસના દિવસે એટલે કે 2 એપ્રિલે લોન્ચ કરવામાં આવશે. આ ફિલ્મને ભૂષણ કુમારે, ક્રિષ્ના કુમાર, અંકુર ગર્ગ અને લવ રંજને પ્રોડ્યુસ કરી છે. અકીવ અલીનું આ ડાયરેક્શનલ ડેબ્યુ છે. ફિલ્મમાં અજય રકુલ પ્રિતિ સિંહ સાથે પહેલી વાર દેખાશે. જે તેલુગુ ફિલ્મોની અભિનેત્રી છે. આ પહેલા રકુલે ઐય્યારી ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે હતી. નિરજ પાંડેની ફિલ્મ ઐય્યારી બોક્સઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. તો ગોલમાલ અગેઈન, વિજયપથ અને દ્રશ્યમ બાદ અજયની તબ્બુ સાથે આ ચોથી ફિલ્મ હશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments