અજિંક્ય રહાણેએ હેમ્પશાયર માટે ડેબ્યુ પર સદી ફટકારી

0
39

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટેસ્ટ ટીમના ઉપક્પ્તાન અજિંક્ય રહાણેએ ઇંગ્લિશ કાઉન્ટીમાં શાનદાર રીતે ડેબ્યુ કરતાં સદી ફટકારી હતી. તે પિયુષ ચાવલા અને મુરલી વિજય પછી ડેબ્યુ પર સદી ફટકારનાર ત્રીજો ભારતીય બન્યો છે. પિયુષ ચાવલાએ સસેક્સ અને મુરલી વિજયે એસેક્સ માટે ડેબ્યુમાં સદી ફટકારી હતી. બુધવારે હેમ્પશાયર માટે રમતાં રહાણે નોટિંગહામશાયર વિરુદ્ધ 260 બોલમાં 14 ચોક્કાની મદદથી 119 રન કર્યા હતા. પહેલા દાવમાં 10 રને આઉટ થયા પછી તેણે બીજા દાવમાં સેમ નોર્થઇસ્ટ સાથે ત્રીજી વિકેટ માટે 257 રનની ભાગીદારી કરી હતી.

રહાણે ઇનિંગ્સની 5મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો. તે 65 ઓવર સુધી ક્રિઝ પર ઉભો રહ્યો હતો. તેણે કવર્સ પર 2 રન લઈને પોતાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 30મી સદી ફટકારી હતી. રહાણે સિવાય ચેતેશ્વર પુજારા અને રવિચંદ્રન અશ્વિન પણ કાઉન્ટીમાં અનુક્રમે યોર્કશાયર અને નોટિંગહામશાયર માટે રમશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here