Tuesday, September 21, 2021
Homeઅઠવાડિયામાં ઉતરી જશે બે કિલો વજન, બસ આ રીતે બનાવો ચા
Array

અઠવાડિયામાં ઉતરી જશે બે કિલો વજન, બસ આ રીતે બનાવો ચા

જો તમે વજન ઉતારવાની મહેનત કરી રહ્યાં હોવ તો તમારા માટે હળદરવાળી ચા બેસ્ટ ઉપાય છે. હળદરમાં એન્ટીસેપ્ટિક અ એન્ટીબાયોટિકની સાથે જ વોલેટાઈલ ઓઈલ, પોટેશિયમ, ઓમેગા 3, ફેટી એસિડ્સ, લાઈનોલેનિક એસિડ, પ્રોટીન્સ, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર હોય છે.

પ્રાચીન સમયથી જ મસાલામાં વપરાતી આ વસ્તુનો ઔષધિય ઉપયોગ થતો આવ્યો છે.  હવે રિસર્ચમાં જાણવા મળ્યું છે કે હળદર બેલી ફેટને ઘટાડે છે. તેથી રોજે બે કપ ટર્મરિક ટી પીવાની ટેવ પાડી લેવી જોઈએ. આવો જાણીએ આ ચા કેવી રીતે બનાવાય?

આ રીતે કામ કરે છે હળદરવાળી ચા

બ્લડશુગરને રેગ્યુલેટ કરવાની સાથે જ ટર્મરિક ટી ડાઈજેશન માટે સારી છે. ડાઇજેશન પ્રોપર હોય તો વેટ લૉસની પ્રક્રિયા ઝડપથી કામ કરે છે. વાત એમ છે હળદર એન્ટી ઇનફ્લેમેટરીથી ભરપૂર હોય છે અને તે ફેટ સેલને વધવા નથી દેતી. એક્સર્સાઈઝની સાથે ટર્મરિકમાં રહેલા કંપાઉન્ડ વેટ લૉસને વધારે ઝડપી બનાને છે.

આ રીતે બનાવો ટર્મરિક ટી

ટર્મરિક ટી અને આદું – એક સૉસપેનમાં પાણી લો. તેમાં એક ચપટી હળદર અને આદું નાંખીને ઉકાળો. એ ઉકળી જાય એટલે એને ગેસ પરથી ઉતારીને પીવાય એટલી ઠંડી કરીને પીવો. આદું ભૂખ ઘટાડશે અને હળદરથી મેટાબોલિક રેટ વધશે.

હળદર અને મિંટ

જો તમને મિન્ટ એટલે કે ફુદીનાની ફ્લેવર ભાવતી હોય તો તમે હળધરને મિન્ટ સાથે પણ બનાવી શકો છો. એનાથી ફ્રેશનેસ ફીલ થશે અને ડાઈઝેશન પણ સારું રહેશે સાથે જ ફેટ એન્જાઈમ્સ એનર્જીમાં ફેરવાઈ જશે.

હળદર અને તજની ચા

તજ પોતે જ વજન ઘટાડવામાં ઇમ્પોર્ટન્ટ છે. એ જ્યારે હળદર સાથે ભળીને ચા તરીકે પીવાય ત્યારે વધારે ઇફેક્ટિવ થઇ જાય છે. આ ઇન્સુલિનની સેન્સિટિવિટીને સુધારે છે અને એન્ટીઑક્સીડન્ટથી ભરપૂર હોય છે.

હળદર અને મધ

જો તમારે મીઠો સ્વાદ જોઈતો હોય તો મધ(હની)થી શ્રેષ્ઠ કશું નથી. વેટ લૉસ પ્રોગ્રામમાં મધ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તે ભૂખ ઘટાડવાની સાથે જ વેટલૉસ કરવામાં મદદ કરે છે. તેમાંય એ હળદર સાથે ભળે ત્યારે બમણી અસર બતાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments