અડધો અષાઢ પૂરો છતા રોયલ ચેક ડેમ હજુ તળીયા ઝાટક

0
0

ચોમાસાનો અગત્યનો પ્રારંભીક સમય ગાળો વીતી ગયો. ધોરી વરસાદ વરસાવતો અષાઢ માસ અર્ધો પસાર થઇ ગયો. છતાં તળાજા નજીકનાં રોયલ પાસે આવેલ શેત્રુંજી નદીનાં વિશાળ ચેક ડેમ માં ટીપુપ પાણી આવ્યુ નથી. આ ચેક ડેમ છલો છલ ભરાય તો રોયલ, માખણીયા, વેળાવદર, સહિત આજુ બાજુનાં ગામોની જમીનનાં ભુગર્ભ જળસ્તર સક્રિય રહી ખેતીને સમૃધ્ધ કરે છે. એટલે આજની સ્થિતિમાં ધરતી પુત્રો અને આમ પ્રજાજનો હવે મેઘરાજા મનમુકીને વરસી પડે અને શેત્રુંજી નદીનાં નાના મોટા તમામ જળાશયો છલકાઇ ઉઠે તેવી મનોમન પ્રાર્થનાં કરી રહયા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here