અડવાણીનાં નામે વાડ્રાએ મોદીને કહ્યું કે વડીલોનું સન્માન ન કરવું એ શરમજનક વાત છે

0
0

ગાંધીનગરની બેઠક પરથી ટિકિટ કપાયા બાદ ભારતીય જનતા પાર્ટીના લોહપુરુષ લાલકૃષ્ણ અડવાણીએ પહેલી વખત ચૂપકીદી તોડી છે. અડવાણીના બ્લોગ બાદ તો જાણે દેશની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. વિરોધી પાર્ટીઓ ભાજપ પર નિશાન તાકી રહી છે. હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ પણ પોતાની ફેસબુક પોસ્ટ પર અડવાણીના પક્ષમાં વાત લખી છે. વાડ્રાએ લખ્યું કે જો આપણે આપણા વડીલોની સલાહ ન માનીએ તો એ શરમજનક કહેવાય.

રોબર્ટ વાડ્રાએ લખ્યું કે પાર્ટીના સૌથી મહત્વના સ્તંભ રહેલા વ્યક્તિને લાંબા સમયથી ભૂલી જવામાં આવ્યાં છે. જે નેતા પોતાની નીતિ અને શાસનકળાને લઇને ઓળખાય છે તેમનું સન્માન કરવું જોઇએ. તેમને આ રીતે અવગણવા ન જોઇએ . આ રીતે પોતાના સિનિયરની સલાહ ન માનવી શરમજનક છે. વાડ્રાએ આગળ લખ્યું કે વિપક્ષના નેતા તરીકે મેં તેમનો આદર કર્યો છે. એ બહુ ખરાબ બાબત છે કે તેમની પાર્ટી જ તેમને ભૂલી ગઇ.

ઉલ્લેખનીય છે કે અડવાણીએ ગુરુવારે એક બ્લોગ લખ્યો હતો. આ બ્લોગ ભાજપના સ્થાપના દિવસના અવસરે લખવામાં આવ્યો છે. આમાં અડવાણીએ કહ્યું કે તેમના માટે દેશ સૌથી પહેલો, એ પછી પાર્ટી અને છેલ્લે તેમની જાત છે. બ્લોગમાં તેમણે એમ પણ લખ્યું કે જે પાર્ટી કે વ્યક્તિ આપણા વિપક્ષમાં હોય તેને કદી વિરોધી કે દેશદ્રોહી ન ગણવા જોઇએ.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here