Thursday, August 5, 2021
No menu items!
Homeઅડવાણી અને જોશીને મનાવવાની કવાયત શરૂ, BJP અધ્યક્ષ અમિત શાહ મળવા જશે
Array

અડવાણી અને જોશીને મનાવવાની કવાયત શરૂ, BJP અધ્યક્ષ અમિત શાહ મળવા જશે

નવી દિલ્હી: ગણતરીના દિવસોમાં જ લોકસભા ચૂંટણીના પહેલાં તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે બીજેપીએ તેમના વરિષ્ઠ નેતાઓને મનાવવાનું અભિયાન શરૂ કરી દીધુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે બીજેપી અધ્યક્ષ અમિત શાહ પાર્ટીનું સંકલ્પ પત્ર જાહેર કર્યા પછી સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરશે. નોંધનીય છે કે, ગયા સપ્તાહે જ બીજેપીના સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીએ બ્લોગ લખીને બીજેપીની કાર્ય પદ્ધતિ સામે સવાલ ઉભા કર્યા હતા. લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે, બીજેપીએ શરૂઆતથી જ રાજકીય વિરોધીઓને તેમના દુશ્મન નથી માન્યા. જે અમારી રાજનીતિની પદ્ધતિ સાથે સહમત નથી તેમને દેશ વિરોધી નથી કહ્યા. તેમણે આગળ લખ્યું છે કે, પાર્ટી નાગરિકોના વ્યક્તિગત અને રાજનીતિ પસંદની સ્વતંત્રતના પક્ષમાં છે.

લાલકૃષ્ણ અડવાણીએ તેમના બ્લોગમાં બીજેપીની હાલની કાર્યપદ્ધતિ સામે સ્પષ્ટ સવાલો ઉભા કર્યા છે. ‘રાષ્ટ્ર સૌથી પહેલાં, પછી દળ અને અંતે હું’ આ હેડિંગવાળા બ્લોગમાં અડવાણીએ 6 એપ્રિલને બીજેપીનો સ્થાપના દિવસ યાદ કરાવીને લખ્યું છે કે, ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી બંને સંસ્થાપક સભ્યો છે અને લગભગ છેલ્લા સત્તર વર્ષથી દેશની સેવા કરી રહ્યા છે. તેમણે બ્લોગમાં ગાંધીનગરના લોકોનો આભાર માન્યો જ્યાંથી તેઓ 6 વખત સાંસદ બન્યા છે.

નોંધનીય છે કે, પાર્ટીએ આ વખતે પાર્ટીના સૌથી સીનિયર નેતામાં સામેલ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની ટિકિટ કાપી છે. આ કારણે બંને નેતાઓ નારાજ હોવાની વાત સામે આવી છે. અડવાણીએ તો ટિકિટ કપાઈ હોવાના મામલે કોઈ પ્રતિક્રિયા નથી આપી પરંતુ મુરલી મનોહર જોશીએ બે લાઈનની એક નોટ જાહેર કરીને જણાવ્યું છે કે, તેમને પાર્ટીના નેતા રામ લાલે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. તે કારણથી તેઓ ચૂંટણી નથી લડી રહ્યા. બીજી બાજુ અડવાણી ગ્રૂપમાંથી એ વાત સામે આવી છે કે ટિકિટ કપાઈ તે વાતથી નહીં પરંતુ જે રીતે ટિકિટ કાપવામાં આવી તે પદ્ધતિથી તેઓ નારાજ છે. કારણકે આવું કરતાં પહેલાં પાર્ટીના અધ્યક્ષે તેમની સાથે સંપર્ક પણ કર્યો નહતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments