Tuesday, September 21, 2021
Homeઅડવાણી અને મુરલી મનોહર જોશી બાદ સુમિત્રા મહાજનની પણ થશે છૂટ્ટી?, ભાજપ...
Array

અડવાણી અને મુરલી મનોહર જોશી બાદ સુમિત્રા મહાજનની પણ થશે છૂટ્ટી?, ભાજપ પણ અસમંજસમાં

લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનની ઈન્દોર બેઠક ‘એજ ફેક્ટર’ના કારણે ગૂંચવણમાં મૂકાઇ ગઇ છે. એવામાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની જેમ તેમની પણ છુટ્ટી થાય તેવી સંભાવના છે. સુમિત્રા મહાજનની ઉંમર અત્યારે 76 વર્ષ છે અને પાર્ટી આટલી ઉંમરના ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માટે વિચાર કરી રહી છે. એવામાં સુમિત્રા મહાજનની ટીકિટ બાજુમાં રાખવામાં આવી છે, જેનાથી તેમના સમર્થકોમાં બેચેની વધી છે. ભાજપમાં પણ તેને લઇને અસમંજસની સ્થિતિ છે.

સામાન્ય રીતે કાર્યકર્તાઓ સાથે આશ્ચર્ય રહેતા તાઈના ઘર પર સન્નાટો જોવા મળ્યો છે. હોળીના દિવસે તેમના ઘરે ઉજવણીનો માહોલ હતો, પરંતુ હોળીથી વધારે મનાવાતી રંગપંચમીમાં લોકો ગેરહાજર રહ્યાં હતાં. તેમના ઘરે અમૂક કાર્યકર્તા પહોંચ્યા છે. સુમિત્રા મહાજન પણ માહોલનું નિરીક્ષણ કરી રહી છે, આ જ કારણ છે કે તેમણે મૌન સેવ્યું છે.

એક ન્યૂઝ ચેનલે સુમિત્રા મહાજન સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો તો તેમણે આ અંગે કઈ પણ કહેવાનો ઈનકાર કર્યો. કહેવાઈ રહ્યું છે કે ભાજપે ઈન્દોર બેઠક માટે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનની જગ્યાએ કોઈ નવા ચહેરાની તપાસ શરૂ કરી છે, જેમાં મેયર માલિની ગૌડ અને કૈલાશ વિજયવર્ગીયનુ નામ સૌથી આગળ જણાવાઈ રહ્યું છે.

જોકે, કેન્દ્રીય નેતૃત્વ આ મુદ્દે એક-બે દિવસમાં નિર્ણય લેશે, પરંતુ જે રીતે ભાજપે ઈન્દોર બેઠકને સાઈડમાં રાખી છે, તેનાથી ઘણાં પ્રકારની અટકળો લગાવાઈ રહી છે. કાર્યકર્તા અસમંજસમાં છે. આ જ કારણ છે કે તેઓ પણ વેટ એન્ડ વૉચની સ્થિતિમાં છે. તેથી તાઈનુ ઘર પણ સુમસામ જોવા મળી રહ્યું છે.

તો સુમિત્રા મહાજનની ટીકિટ સાઈડમાં રાખવાથી કોંગ્રેસે ફરી એક વખત ભાજપ પર પ્રહાર કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નીલાભ શુક્લાનું કહેવુ છે કે ભાજપમાં જૂથવાદ શરૂ થયો છે. પાર્ટીમાં વરીષ્ઠ નેતાઓનું સન્માન નેવે મૂકાયુ છે, જ્યાં સુધી સુમિત્રા મહાજનની વાત છે. મહાજનનુ એજ ફેક્ટર તો છે, સાથે જ તેમની નિષ્ક્રિયતા પણ મોટું ફેક્ટર છે, જેનાથી ભાજપ ગભરાઇ છે તેના પર હારનું સંકટ જોવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments