Sunday, October 24, 2021
Homeઅડાલજમાં રાહુલ-પ્રિયંકાની સભાને લઈ તૈયારીઓ શરૂ , કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે અહમદ...
Array

અડાલજમાં રાહુલ-પ્રિયંકાની સભાને લઈ તૈયારીઓ શરૂ , કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે અહમદ પટેલની મીટિંગ

ગાંધીનગર/ અમદાવાદ: 28મી ફેબ્રુઆરીએ યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક તેમજ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અડાલજ ખાતે યોજાનારી જાહેરસભાને લઈ ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અહમદ પટેલે આજે કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠક કરીને તૈયારીની સમીક્ષા કરી હતી.

રાહુલ-પ્રિયંકાની જાહેરસભા અને ગાંધી આશ્રમે પ્રાર્થનાસભા

ત્રિમંદિર પાસે યોજનાર જાહેરસભાની તૈયારીઓ તેમજ ગાંધીઆશ્રમની પ્રાર્થનાસભાની તૈયારીઓને લઈ સાંસદ અહેમદ પટેલે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સહિતના લોકો સાથે મિટિંગ કરી હતી. સમગ્ર આયોજનને લઈ ચર્ચા કરવામાં આવી હતી.

સભા સ્થળનું પણ નિરીક્ષણ કર્યું
અહેમદ પટેલ સહિતના નેતાઓએ આજે અડાલજ પાસે જ્યાં સભા યોજાવાની છે, તે સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ ગાંધી આશ્રમની મુલાકાત લઈ સમગ્ર બાબતની ચર્ચા કરી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments