દિલ્હીમાં સંસદ ભવન પાસે શનિવારે વહેલી સવારે સ્ટંટ કરનારા યુવકની ઓળખ થઈ છે. આ સ્ટંટ કરનાર ભાજપના નેતા અને હરિયાણાના કેબિનેટ મંત્રી કૈપ્ટન અભિમન્યુનો ભત્રીજો છે. અભિમન્યુના ભાઈ રૂદ્રસેન સિંધુના દીકરા સર્વેશ સિંધુએ સંસદ ભવન પાસે સ્ટંટ કર્યો હતો. સ્ટંટ કરતા સમયે સર્વેશ સિંધુ પોતે જ ગાડી ચલાવી રહ્યો હતો ઉલ્લેખનીય છે કે, અઢી કરોડ રૂપિયાની જીટી સ્પોર્ટસ કારથી સર્વેશે સ્ટંટ કર્યો હતો. મળતી માહિતી મુજબ સર્વેશને સ્પોર્ટસ ગાડીઓ ચલાવવાનો શોક છે. અને જ્યારે વિજય ચોક પાસે કોઈ વ્યક્તિ ન દેખાતા તે ત્રણ રાઉન્ડ ગાડી ચલાવી અને સ્ટંટ કરીને નિકળી ગયો હતો. આ પ્રકારની ગાડીઓ ભારતમાં ખુબ જ ઓછી જોવા મળે છે. આ ગાડી પંજાબી બાગના એસ.એચ.ટ્રાન્સપોર્ટના નામથી રજીસ્ટર્ડ છે. દેશની સંસદ, PM આવાસ અને રાષ્ટ્રપતિ ભવનથી થોડા જ અંતર દૂર આવેલા વિજય ચોક પર ભાજપના નેતાનો ભત્રીજો સ્ટંટ કરીને રફૂચક્કર થયો હતો. જોકે આ સ્ટંટનો વીડિયો CCTV કેમેરામાં કેદ થયો.