Wednesday, September 22, 2021
Home‘અત્યારે કશ્મીરની જે હાલત છે એ જવાહરલાલ નહેરુ અને ગાંધી પરિવારનાં લીધે...
Array

‘અત્યારે કશ્મીરની જે હાલત છે એ જવાહરલાલ નહેરુ અને ગાંધી પરિવારનાં લીધે છે’

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં અફસ્પામાં સંશોધન કરવાનો વાયદો કરવામાં આવતા કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. નિર્મલા સીતારમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે કોંગ્રેસ જમ્મુ કાશ્મીરમાં ભાગલાવાદીઓને મદદ કરવા માટે આ પ્રકારનો વાયદો કરી રહી છે.

કોંગ્રેસે આ પ્રકારની જાહેરાત કરી સેનાનું મનોબળ તોડવાનું કામ કર્યુ છે. નિર્મલા સીતારમણે વધુમાં કહ્યુ કે, કોગ્રેસ અફસ્પાના નામે દેશની સુરક્ષા સાથે મજાક કરવાનું કામ કરી રહી છે. જમ્મુ કાશ્મીર મામલે પુર્વ પીએમ જવાહરલાલ નહેરુ અને ગાંધી પરિવારે જે નિર્ણય લીધા તેના કારણે આજે જમ્મુ કાશ્મીરની સમસ્યા ઉભી થઈ છે. જેના માટે દેશ ક્યારેય કોંગ્રેસને માફ નથી કરવાનો.

નિર્મલા સીતારમને વધુમાં જણાવ્યુ કે, દેશની સેના પાકિસ્તાનને કોઈપણ પ્રકારનો જવાબ આપવા માટે તૈયાર છે. પાકિસ્તાન દ્વારા કોઈપણ પ્રકારનો હુમલો કરવાની કોશિશ કરવામાં આવશે. તો તેનો જડબાતોડ રીતે જવાબ આપવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments