અથાણું ખાવાનો શોખ છે?, તો આજથી જ સેવન કરો, સ્વાસ્થ્યને થશે અઢળક ફાયદા

0
59

ઘણા લોકો એવી માન્યતા ધરાવે છે કે અથાણા કે આથેલી ચીજો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આથેલુ ખાવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. વળી અથાણા દરેક વાનગી સાથે સરસ લાગે છે. અથાણા અને આથેલી વાનગીઓ લગભગ સરખી જ છે.

ભારતીય રસોડામાં કેરી,લીંબુ, લસણ લગેરેના અથાણાઓ મળી રહેતા હોય છે. અથાણામાં ફૂડ આઇટમને લીંબુનો રસ, તેલ કે મીઠામાં પ્રિઝર્વ કરાય છે. જ્યારે આથો લાવવાથી ફૂડમાં શરીર માટે સારા બેક્ટિરિયાની સંખ્યા વધે છે અને તે શુગર થતા કાર્બ્સને એસિડમાં પરિવર્તિત કરવામાં મદદ કરે છે.

ભારતમાં વિવિધ પ્રકારના ફળ અને શાકમાં તેલ-મસાલા મિક્સ કરીને અથાણાં બનાવવામાં આવે છે. ઓછા તેલમાં અને પૂરતા મસાલાનો ઉપયોગ કરીને બનાવેલા અથાણાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ભોજનની સાથે અથાણાં ખાવામાં આવે છે. વિવિધ ફળ અને શાકની સાથે મસાલા અને તેલથી ભરપૂર અથાણાં ખાવાના ઘણા બધા ફાયદા છે. જાણો અથાણા  અને આથેલી વાનગીઓથી થતા ફાયદાઓ વિશે…

– આથો લાવવાથી કે અથાણા ખાવાથી આપણા શરીરમાં ખોરાકનું પાચન આસાનીથી થઇ શકે છે. જ્યારે ફૂડમાં આથો લાવવામાં આવે ત્યારે તેમાં શરીર માટે સારા બેક્ટેરિયા લેક્ટોબિસિલી ઝડપથી વધે છે. જેના કારણે પાચન સારુ થાય છે.

– આથો લાવેલી ચીજો અને અથાણામાં કેન્સર સામે લડવાની ક્ષમતા ધરાવતા કોષો હોય છે.શોધ અનુસાર આથો લાવવાથી વાનગી શરીરમાં સોડિયમ નાઇટ્રેટ તોડે છે. સોડિયમ નાઇટ્રેટ કેન્સક કારક તત્વ છે. આથી તે નાના પાયે કેન્સર થતું અટકાવવામાં ફાળો આપે છે.

– સંશોધન અનુસાર અથાણા કે આથો લાવવા વાળી વાનગીમાં વિનેગર અને લીંબુના જ્યુસનો ઉપયોગ થાય છે જે બ્લડ શુગરના કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે, તેને કારણે જમ્યા પછી શુગર વધતી નથી.

– આથેલી ચીજો અને અથાણામાં પ્રોબાયોટિક હોય છે જેને કારણે તમારુ પાચનતંત્ર મજબૂત કરે છે. આ કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. હાઈ પ્રોબાયાટિક કન્ટેન્ટના કારણે તમને શરદી કે ઇન્ફેક્શનની જલ્દીથી અસર થતી નથી.

– પ્રોબાયોટિક્સ તમારી ત્વચા નિખારવામાં પણ મહત્વનો ફાળો આપે છે.પાચન તંત્ર નબળુ હોય તે લોકોને સ્કિનની વધુ સમસ્યા થાય છે. પાચનતંત્ર સુધરે તો તમારી સ્કિન પણ સુધરે છે અને નિખરે છે.