Tuesday, January 18, 2022
Homeઅદાણી ગૃપને મોદી સરકારનો મોટો ઝાટકો, CNG-પ્રાકૃતિક ગેસ માટેના લાયસન્સ રદ્દ
Array

અદાણી ગૃપને મોદી સરકારનો મોટો ઝાટકો, CNG-પ્રાકૃતિક ગેસ માટેના લાયસન્સ રદ્દ

તાજેતરમાં જ એવિએશન ક્ષેત્રમાં એન્ટ્રી કરીને પોતાનાં બિઝનેસનો વ્યાપ વધારવા વાળી કંપની અદાણી એન્ટરપ્રાઈઝને ઝટકો લાગ્યો છે.  જયપુર અને ઉદયપુરમાં સીએનજી અને નેચરલ ગેસ માટે અદાણી ગૃપનું લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે. અદાણી ગૃપ લાયસન્સ માટે જરૂરી નિયમોનું પાલન કરતું નથી. થોડા દિવસો પહેલ જ અદાણી ગૃપને આગામી 50 વર્ષ માટે દેશનાં મોટા શહેરોમાં 6 એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.

રિટેલમાં પાઇપ દ્વારા અને ઘરે-ઘરે કુદરતી ગેસની સપ્લાય માટે અદાણી જૂથ દ્વારા અરજી આપવામાં આવી હતી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રેગ્યુલેટરી બોર્ડે અદાણીનો પરવાનો રદ્દ કરતા જણાંવ્યું કે, કંપની દ્વારા કરાયેલી અરજીમાં જરૂરી નિતી-નિયમોનું પાલન કરાતું નથી. બોર્ડે કહ્યું છે કે, અદાણી ગેસ ન્યુનતમ લાયકાતની શરતોને પૂરી કરે છે, પરંતુ બંને શહેરો (જયપુર-ઉદયપુર) માં શહેરી ગેસ વિતરણ (સીજીડી) નેટવર્કના વિસ્તરણની જરૂરિયાત અને રોકાણની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરી નથી.

અદાણી ગૃપને 6 એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો

તાજેતરમાં જ અદાણી ગૃપને દેશનાં 6 હવાઈમથકની જાળવણી અને દેખરેખ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે 6 હવાઈમથકો અદાણી પાસે આવ્યાં છે તેમાં લખનૌ, જયપુર, અમાદાવાદ, મેગ્લુરૂ, ગુવાહાટી અને ત્રિવેન્દ્રમનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, વર્ષ 2018માં કેન્દ્ર સરકારે AAI(એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) સંચાલિત 6 હવાઈ મથકો પબ્લિક-પ્રાઈવેટ(PPP) પાર્ટનરશીપ હેઠળ વિકસાવવા માટેનાં પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

ક્યા એરપોર્ટ માટે કેટલો ભાવ?

અદાણી એન્ટરપ્રાઈઝ કંપનીએ અમદાવાદ હવાઈમથક માટે સૌથી વધુ 117 રૂપિયા પ્રતિ યાત્રી બોલી લગાવી હતી. જયપુર અને લખનૌ એરપોર્ટ માટે અનુક્રમે 174 રૂપિયા અને 171 રૂપિયા પ્રતિ યાત્રી બોલી લગાવી હતી. જ્યારે ત્રિવેન્દ્રમ એરપોર્ટ માટે 168 રૂપિયા પ્રતિ યાત્રી અને ગુવાહાટી એરપોર્ટ માટે 160 રૂપિયા પ્રતિ યાત્રી બોલી લગાવી હતી. મેંગ્લુરૂ હવાઈમથક માટે અદાણી ગૃપે 115 રૂપિયા પ્રતિ મુસાફર બોલી લગાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular