અધવચ્ચે વિરાટ કોહલીએ છોડી કેપ્ટન્સી, નહી રમે ODI અને T-20 સીરિઝ

0
52

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ હાલમાં રમાયેલી વન ડે સીરિઝની છેલ્લી 2 વનડેમાંથી બહાર થઇ ગયો છે. પાંચ વનડે મેચોની સીરિઝની ચોથી ( 31 જાન્યુઆરી) અને પાંચમી (3 ફેબ્રુઆરી)ના રમાવવામાં આવનારી વનડેમાં નહી રમે, તેણે આરામ આપવામાં આવ્યો છે. એટલું જ નહી વન ડે સીરિઝ પછી કીવીઓની વિરુદ્ઘ 6 ફેબ્રુઆરીથી શરૂ થનારી 3 T-20 મેચોની સીરિઝમાં પણ તે નહીં રમે.

વિરાટ કોહલની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરશે, જેની પાસે ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરવાનો સારો અનુભવ છે. રોહિતે 2017-18 દરમિયાન 8 વનડે મેચમાં ટીમ ઇન્ડિયા માટે કેપ્ટન્સી કરી જેમાંથી 7 મેચ જીતી પણ છે. જ્યારે 12 વનડે ઇન્ટરનેશનલમાંથી 11માં રોહિત કેપ્ટન રહ્યો જેમાં ટીમ ઇન્ડિયાની જીત મળી.

હાલમાં થયેલા પીઠમાં થયેલી તકલીફના કારણે કોહલીને CoAએ આરામ આપવાનો નિર્ણય કર્યો છે. CoA વર્લ્ડ કપ પહેલા કોઇ જોખમ લેવા ઇચ્છતુ નથી. 30 વર્ષનો આ નંબર 1 બેટ્સમેન પોતાને ફિટ રાખવા માટે ગંભીર છે, ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલેન્ડનો પ્રવાસ પૂરો થયા પછી 24 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત પ્રવાસ પર આવશે.

સિલેક્શન કમિટી અને CoAએ ગત 2 મહિનામાં વિરાટનો વ્યસ્ત કાર્યક્રમ જોઇને આ નિર્ણય લીધો છે. આ દરમિયાન વિરાટે ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ અને દ્વિપક્ષીય વનડે સીરિઝમાં પહેલી વખત જીત અપાવી.

ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ પહેલી વનડેમાં જીત મેળવી. બુધવારે નેપિયર ખાતે રમાયેલી વનડેમાં ટીમ ઇન્ડિયાએ 8 વિકેટ જીત મેળવી. કીવી ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા 157 રન કર્યા, જ્યારે તીવ્ર પ્રકાશને કારણે 10.1 ઓવરની રમત ખરાબ થયા પછી ટીમ ઇન્ડિયાને 49 ઓવરમાં 156 રન કરવાનો ટાર્ગેટ મળ્યો, જેને 34.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ટીમ ઇન્ડિયાએ પૂરો કરી દીધો. આ જીતની સાથે ટીમ ઇન્ડિયાએ સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી.

સીરિઝની આગામી બે વન-ડે માઉન્ટ મોનગાગુઈમાં 26 અને 28 ફેબ્રુઆરી રમાશે. ચોથી વન ડે 31 જાન્યુઆરી હેમિલ્ટન અને સીરિઝની અંતિમ વનડે 3 ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં રમાશે. . બાદમાં ત્રણ T-20 મેચોની સીરિઝની શરૂઆત 6 ફેબ્રુઆરી વેલિંગ્ટનથી થશે, જ્યારે બીજી અને ત્રીજી T-20 ક્રમશ: ઑકલેન્ડ અને હેમિલ્ટનમાં 8 અને 10 ફેબ્રુઆરીએ રમાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here