અનંત હેગડેના હિન્દુ છોકરીને અડવાના નિવેદન પર એક યુવકે અડી બતાવ્યું અને કહ્યું, ‘હવે શું કરશો ?’

0
49

કેન્દ્રિય મંત્રી અનંત કુમાર હેગડેને એક યુવકે તેમના નિવેદનને લઈ ચેલેન્જ આપી છે. તહસીન પૂનાવાલા નામના આ યુવકે કેન્દ્રિય મંત્રીને ટ્વીટ કરી કહ્યું છે કે, મેં એક હિન્દુ છોકરીને હાથ લગાવ્યો હવે તમારે જે કરવું હોય તે કરી બતાવો. યુવકે આગળ લખ્યું છે કે, આ તમારા માટે એક ચેલેન્જની માફક છે.

પોતાનાં નિવેદનોને કારણે ઘણી વખત ચર્ચામાં રહેતા કેન્દ્રના પ્રધાન અને બીજેપીના નેતા અનંત હેગડેએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે જો કોઈ હિંદુ છોકરીને સ્પર્શ કરે તો તેના હાથ રહેવા ન જોઈએ. સાથે સાથે તેમણે આગ્રાનાં તાજમહલને લઈને પણ અજીબો-ગરીબ વાતો કરી હતી.

તેમણે કહ્યું હતું કે શાહજહાએ પોતાની જીવનીમાં કહ્યું કે તેઓએ આ જમીન રાજા જયસિમ્હા પાસેથી લીધી હતી અને એક શિવ મંદિર છે કે જેને રાજા પરમતિર્થે બનાવ્યું હતું, જેનું નામ તેજો મહાલય હતું. તેનું નામ બદલીને તાજમહેલ કરી નાખવામાં આવ્યું. જો આપણે સુતા રહીશું તો આપણા બધા ઘરના નામ મંજિલ પર થઈ જશે. ભવિષ્યમાં ભગવાનને જહાંપનાહ અને સીતાને બીબી કહેવાનો વારો આવશે’

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી અનંતકુમારે આગળ કહ્યું કે ‘એક વ્યક્તિ કે જે હિન્દુ કન્યાઓને સ્પર્શ કરે છે, તેમના હાથ રહેવા ન જોઈએ. ઇતિહાસ તમે એ જ રીતે લખી શકો છો, જ્યાં તમે ઈતિહાસ લખો તો તમારી અંદર સાહસ આવે છે, જ્યાં તમે ઇતિહાસ વાંચતા હોવ તો તમારા મનમાં ડરની ભાવનાઓ આવે છે, હવે તમે નક્કી કરો કે તમે ઇતિહાસ લખવા માંગો છો કે ઇતિહાસ વાંચવા માંગો છો.

અનંત હેગડે આ પહેલા પણ વિવાદિત નિવેદનોને લીધે ચર્ચામાં રહી ગયાં છે. તેમણે ડિસેમ્બર 2017માં કહ્યું હતું કે જે લોકો પોતાની જાતને ધર્મનિર્પેક્ષ કહે છે, તેઓ જાણતા નથી કે તેમનું લોહી શું છે. હા, બંધારણીય આ અધિકાર આપે છે કે આપણે પોતાને ધર્મનિરપેક્ષ કહી શકીએ, પરંતુ સંવિધાનમાં ઘણીવાર સંશોધન કરવામાં આવ્યા છે, અમે પણ તેમાં સુધારો કરવા જ સતામાં આવ્યાં છીએ.

અનંત કુમાર હેગડેના આ વિવાદિત નિવેદનનો વિરોધ થયો હતો. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ દિનેશ ગૂંડૂ રાવે કહ્યું હતું કે દુર્ભાગ્ય છે કે આવા લોકો દેશના મંત્રી છે. જો કે ખાસ વાત એ છે કે તહસીન પૂનાવાલાએ રોબર્ટ વાડ્રાની બહેન સાથે લગ્ન કર્યા છે. બંન્નેના લગ્ન 2016માં થયા હતા, જેમાં ગાંધી પરિવાર પણ હાજર રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here