અનન્યા પાંડેએ ફિલ્મ માટે ભણવાનું મૂકી દીધું, પિતા ચંકી પાંડેએ વાત કન્ફર્મ કરી

0
41

બોલિવૂડ ડેસ્ક: ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેએ પ્રોડ્યૂસર કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મળતાં અનન્યાએ ભણવાનું મૂકી દીધું. તે વિદેશ ભણવા જવાની હતી પરંતુ ફિલ્મમાં ચાન્સ મળતાં તેણે વિદેશ ભણવા જવાનું માંડી વાળ્યું હતું. ચંકી પાંડેએ જણાવ્યું કે, ‘અનન્યા સારી વિદ્યાર્થિની છે પણ હાલ તેનું ફોકસ ફિલ્મ પર જ છે.’

અનન્યાએ અગાઉ જણાવ્યું હતું કે, ‘હું કોલેજ જવા માટે તૈયાર હતી અને હું યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાં ભણવા જવાની હતી પણ ત્યાં જતાં પહેલાં હું એક ચાન્સ લેવા માગતી હતી. માટે હું ઓડિશન આપવા ગઈ અને સારા નસીબને કારણે હું સિલેક્ટ થઇ ગઈ. આ મારા માટે સપનું સાકાર થવા જેવું હતું.’ પરંતુ સોશિયલ મીડિયા પર અમુક છોકરીઓએ એવો દાવો કર્યો કે તેઓ અનન્યાની સાથે સ્કૂલમાં ભણતી હતી અને તે ખોટું બોલે છે કે તે વિદેશ ભણવા જવાની હતી, કારણકે તેણે ત્યાં અપ્લાય કર્યું જ ન હતું. ત્યારબાદ સોશિયલ મીડિયા પર એવી વાતો ચાલી રહી હતી કે,અનન્યા તેના ભણતરને લઈને ખોટું બોલી હતી.

ચંકી પાંડેએ આ બાબતે કહ્યું કે, ‘મને સોશિયલ મીડિયા પર શું વાતો ચાલી રહી છે તે તો નથી ખબર પણ હા તેને બે યુનિવર્સિટીમાં એડમિશનનો ચાન્સ મળી ગયો હતો પણ ફિલ્મ મળવાને કારણે તે ગઈ નહીં. હવે મને નથી લાગતું કે તે યુનિવર્સિટીમાં જશે. તે હવે અહીં બોલિવૂડમાં જ કામ કરશે. તેણે દીકરીના વખાણ કરતાં કહ્યું કે, મને તેના પર ખૂબ ગર્વ છે. તેણે સારું પર્ફોર્મ કર્યું. મને ડર હતો કે તે સારું પર્ફોર્મ કરી શકશે કે કેમ પણ તેણે સારું કામ કર્યું. હું તેના અચિવમેન્ટથી ખુશ છું. તે હોંશિયાર છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here