Tuesday, October 26, 2021
Homeઅનામત બાદ PM મોદી હજુ કરશે આ મોટી જાહેરાતો
Array

અનામત બાદ PM મોદી હજુ કરશે આ મોટી જાહેરાતો

2019ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે સામાન્ય શ્રેણીના આર્થીક પછાત લોકોને 10 ટકા અનામત આપવાનો મોટો નિર્ણય લીધો છે. કાર્યકાળના છેલ્લા દિવસોમાં લેવામાં આવેલા આ નિર્ણયને સીધો ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યો છે. આ નિર્ણયનું સમર્થન કરવા વાળા વિપક્ષી દળોએ પણ તેને લોકસભા ચૂંટણીમાં વોટ લેવા માટેનો ગણાવ્યો. આ વચ્ચે સરકારે પણ માન્યુ છે કે જોરદાર ઈનિંગ મેચની છેલ્લી ઓવરમાંજ રમવામાં આવે છે. આવામાં કેટલાક એવા પણ સવાલો સામે આવી રહ્યા છે કે શું નરેન્દ્ર મોદી 2019 પહેલા આવા દ કોઈ ગેમ ચેન્જર પગલા ભરશે?

રાજ્યસભામાં અનામત બિલ પર ચર્ચા વખતે કેન્દ્રીય કાનુન મંત્રી રવિશંકર પ્રસાદે પણ આ પ્રકારના સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું કે ક્રિકેટમાં છગ્ગો સ્લોગ ઓવર્સમાં જ મારવામાં આવે છે અને આ પહેલો નથી હજુ પણ વધુ છગ્ગા લગાવવામાં આવશે. હવે સવાલ એ છે કે આખરે મોદીના પિટારામાં હજુ શું છે? જે તેમની ઈનિંગને મજબુત બનાવશે.

મિડલ ક્લાસને સસ્તી હોમ લોન

મોદી સરકારનું અંતિમ બજેટ આવતા મહિને આવવાનું છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર મધ્યમ વર્ગ માટે કંઈક મોટી જાહેરાત કરી શકે છે. તેમાં સૌથી મોટું પગલુ મિડલ ક્લાસને સરળતાથી ઘર મળી રહે તે રહેશે. સરકાર હોમ લોન પર રાહત આપી શકે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં સરકારે દરેકને ઘર આપવાનું વચન આપ્યું હતું અને મોદી 2022 સુધી દરેકને પાકા મકાનો આપવાનું વચન સાર્વજનિક રીતે કરતા આવ્યા છે. આવામાં પોતાના આ મોટા વચનને પુરુ કરવા સરકાર હોમ લોનના રેટ ઓછા કરી શકે છે.

ખેડૂતોના ખાતામાં પૈસા

ખેડૂતોની દેવા માફી ચૂંટણી જીતવાની ફોર્મુલા બની ગઈ છે. બીજેપીએ 2017માં યુપીમાં એક દાવ રમ્યો ત્યાર બાદ પંજાબ, ગુજરાત, કર્નાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસે તેનો પ્રયોગ કર્યો અને ગુજરાતને છોડીને દરેક રાજ્યમાં તેને પુરી સફળતા મળી. હવે દેવા માફીને માહત આપવા માટે મોદી સરકાર ખેડૂતોના રાહત માટે નવા વિકલ્પો વિચારી રહી છે. ચર્ચા છે કે ઓછી કિંમતો પર પાક વેચવા વાળા ખેડૂતોને નુકસાનની ભરપાઈ માટે સરકાર નક્કી કરેલી રકમ આપવાની સ્કીમ લાવી શકે છે. બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર જાણકારી સામે આવી રહી છે કે સરકાર એવા ખેડૂતો પાસેથી કૃષિ દેવા પર વ્યાજ વસુલ કરવાનું બંધ કરી શકે છે જે સમય પર હપતા ભરી દે છે. આ ઉપરાંત વધુ એક વિટાર પણ ચર્ચામાં છે કે જેમાં સરકાર ખેડૂતોને ખેતી માટે દેરક સીઝનમાં ચાર હજાર રૂપિયા પ્રતિ એકડના હિસાબથી મદદ કરી શકે છે અને આ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે.

ઈનકમ ટેક્સમાં છૂટ

સૂત્રોમાં જણાવ્યા અનુસાર સરકાર ટેક્સને લઈને પણ મોટો નિર્ણય લઈ શકે છે. જેમાં ઈનકમ ટેક્સ છુટની મર્યાદાને અઢી લાખથી વધારીને ત્રણ લાખ સુધી કરી શકે છે.

જીએસટીમાં થઈ શકે છે બદલાવ

જીએસટીને કોંગ્રેસે મોટો ચૂંટણી મુદ્દો બનાવ્યો છે. રાહુલ ગાંધી આને ગબ્બર સિંહ ટેક્સ કહે છે. મોદી સરકાર જીએસટી લાગુ કર્યા પછી ધણી વખત તેમાં ફેરફાર કરી ચુકી છે. ટેક્સ રેટ પણ બદલી દેવામાં આવી ચુક્યા છે. હાલમાં પણ લોકો તેના કારણે મુંજવણમાં મુકાયેલા છે. પ્રધાનમંત્રી મોદીએ બુધવારે આગ્રામાં આપેલા પોતાના ભાષણનાં આના સંકેત પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે જીએસટીને લઈને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments