Sunday, October 17, 2021
Homeઅનામત મામલે જિગ્નેશ મેવાણીએ જાણો શું કહી દીધું કે કેજરીવાલે પણ હા...
Array

અનામત મામલે જિગ્નેશ મેવાણીએ જાણો શું કહી દીધું કે કેજરીવાલે પણ હા માં હા મિલાવી

આર્થિક આધારે સવર્ણોનું 10 ટકા અનામતનુ બિલ લોકસભામાં પાસ થયુ છે. લોકસભાની ચૂંટણી નજીક હોવાથી વિપક્ષી પાર્ટીઓ તેને રાજકીય ચાલ ગણાવી રહી છે. જેને સમર્થન આપતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા છે.

ખરેખર, જિજ્ઞેશ મેવાણીએ પોતાના ટ્વિટ પર લખ્યું કે આરએસએસના લોકો સાથે વાતચીત થઇ. ભાજપ 10 ટકા ગરીબોને અનામત કેમ આપી રહી છે? જે જાણવા મળ્યું તે ખૂબ જ ખતરનાક છે. સંઘ હંમેશા જાતિ આધારિત અનામતની વિરુદ્ધ છે. અત્યારે પ્રથમ તબક્કામાં બંધારણમાં સંશોધન કરીને આર્થિક આધારે શરૂ કરીશું. પછી એસસી, એસટી અને ઓબીસીની બધી અનામત સમાપ્ત કરીને તેને ફક્ત આર્થિક આધારે રાખીશું.

જેને સમર્થન આપીને રિટ્વીટ કરીને કેજરીવાલે કહ્યું કે મારી ઘણા લોકો સાથે વાતચીત થઇ છે. દરેક લોકોને લાગી રહ્યું છે કે આ જ ભાજપની ચાલ છે. ખૂબ ખતરનાક.

ઉલ્લેખનીય છે કે સામાન્ય વર્ગના આર્થિક રૂપથી પછાત લોકોને 10 ટકા અનામત આપવા માટે લાવવામાં આવેલુ બંધારણ (124મું સંશોધન) બિલ લોકસભામાં પસાર થઇ ગયુ છે. લગભગ પાંચ કલાકની ભારે ચર્ચા બાદ મંગળવારે રાત્રે બિલ પર મતદાન થયું. સમર્થનમાં 323 મત પડ્યા જ્યારે વિરોધમાં ફક્ત 3 મત પડ્યાં. વડાપ્રધાન મોદીએ તેને ઐતિહાસિક જણાવ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments