Sunday, November 28, 2021
Homeઅનિલ અંબાણીની કંપની RCom દેવું ચૂકવવામાં નિષ્ફળ, નાદાર બનવા માંગે છે
Array

અનિલ અંબાણીની કંપની RCom દેવું ચૂકવવામાં નિષ્ફળ, નાદાર બનવા માંગે છે

મુંબઈઃ  આર્થિક સંકટનો સામનો કરી રહેલી અનિલ અંબાણીની કંપની રિયાન્સ કોમ્યુનિકેશન્સ(આરકોમ) સંપતિ વેચીને દેવું ચુકવવામાં નિષ્ફળ રહી છે. એવામાં કંપનીએ બોર્ડે ઈન્સોલ્વેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ(આઈબીસી) અંતર્ગત એનસીએલટી દ્વારા ફાસ્ટ-ટ્રેક રિઝોલ્યુશન પ્રોસેસમાં જવાનો વિકલ્પ પસંદ કર્યો છે. કંપની બોર્ડનું માનવું છે કે આ કદમ તમામ સંબધિત પક્ષોના હિતમાં થશે. તેનાથી 270 દિવસના નક્કી સમયમાં આરકોમની સંપતિ વેચીને દેવું ચૂકવણી કરવાની પારદર્શી પ્રક્રિયા સુનિશ્ચિત થઈ શકશે.

સ્પેક્ટ્રમ મુકેશ અંબાણીની રિલાયન્સને ન વેચી શક્યા

  • આરકોમ પર 46,000 કરોડ રૂપિયાનું દેવું છે. આરકોમે શુક્રવારે આ માહિતી આપી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કંપની બોર્ડે સંપતિ વેચીને દેવું ચકવવાની યોજનાની સમક્ષા કરી. તેમાં બોર્ડ ને જાણવા મળ્યું કે 18 મહિના બાદ પણ પ્રસ્તાવિત યોજનાથી લેન્ડર્સને કઈ પણ મળ્યું નથી. આ યોજના 2 જૂન 2017એ બનાવવામાં આવી હતી.
  • આરકોમને એસેટ વેચીને 25,000 કરોડ રૂપિયા મળવાની શકયતા હતી. જયારે ટેલિકોમ વિભાગની મંજૂરી ન મળવાને કારણે આરકોમ અને જિયોની ડિલ પણ અટકેલી છે. તેનાથી 975 કરોડ રૂપિયા મળવાની શક્યતા હતી. તેમાંથી તેણે 550 કરોડ રૂપિયા એરિક્સનને અને 230 કરોડ રૂપિયા રિલાયન્સ ઈન્ફ્રાટેલને ચૂકવવાનો વાયદો કર્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments