અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝાટકો, આટલા સમયમાં પૈસા ચૂકવો નહીંતર જેલમાં જશો

0
21

રિલાયન્સ કોમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એરિક્સનને બાકી પૈસાની ચાર સપ્તાહમાં ચુકવણીના આદેશ આપ્યા. જો આમ નહી કરવામાં આવે અનિલ અંબાણીને ત્રણ માસ માટે જેલ જવુ પડશે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યુ કે, રિલાયન્સ કોમ્યુનિકેશન જાણી જોઈને એરિક્સનને પૈસા નથી ચુકવ્યા. કોર્ટે રિલાન્યસ કોમ્યુનિકેશને સુપ્રીમની અવમાનના માટે દોષિ ગણાવી. અને કોર્ટે રિલાન્યસ કોમ્યુનિકેશનની બીન શરતી માફીને પણ ફગાવી.

એરિક્સનનો આરોપ છે કે, જિયોને પોતાની સંપત્તિ વેચ્યા બાદ તેમણે 550 કરોડની રકમની ચૂકવણી કરી નથી. આ મામલે કરવામાં આવેલી અરજી બાદ સુપ્રીમ કોર્ટે એરિક્સનને બાકી નિકળતા નાણા ચુકવવાના આદેશ આપ્યા હતા. આમ ન કરવાથી 12 ટકા જેટલુ વ્યાજ ચુકવવાના આદેશ પણ કરવામાં આવ્યા હતા.

કોર્ટના આદેશ બાદ અનિલ અંબાણીએ બાકી નિકળતા નાણાની ચુકવણી કરી નથી. જેથી તેઓ આજે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. એરિક્સને પોતાની અરજીમાં અનિલ અંબાણી, સતીષ સેઠ અને છાયા વિરાણીને ભારત છોડવા પર રોક લગાવવાની માગ ગૃહ મંત્રાલયને પણ કરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here