અનિલ કપૂર કેલ્સિફિકેશન ઓફ શોલ્ડરથી પીડાઈ રહ્યા છે, ઈલાજ માટે એપ્રિલમાં જર્મની જશે

0
47

બોલિવૂડ ડેસ્ક: 62 વર્ષના અનિલ કપૂર એક બીમારીથી પીડાઈ રહ્યા છે. અનિલ કપૂરને કેલ્સિફિકેશન ઓફ શોલ્ડરની બીમારી થઇ છે જેના ઈલાજ માટે તે એપ્રિલમાં જર્મની જશે.

મિડ ડેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અનિલ કપૂરે પોતાની બીમારીનો ખુલાસો કર્યો હતો. અનિલે કહ્યું કે, છેલ્લા બે વર્ષથી એના ડાબા ખભે કેલ્શિયમ ભેગું થઇ રહ્યું છે. જેને કારણે એનો ખભો પથ્થર જેવો બનવાની સંભાવના વધી ગઈ છે. પરંતુ અનિલ આ બીમારીના ઈલાજ માટે એપ્રિલ 2019માં જર્મની જશે. ત્યાં ડોક્ટર મુલર વોલ્ફહાર્ટ એમની સારવાર કરશે.

ડોક્ટર મુલર પહેલાં પણ અનિલની ટેન્ડિનિટિસ નામની બીમારીની સારવાર કરી ચુક્યા છે. આ બીમારીમાં મસલ્સ અને હાડકા એકબીજા સાથે ચોંટી જાય છે જેને કારણે ખૂબ દુખાવો થાય છે.

અનિલે કહ્યું કે, ફિલ્મોમાં હું મારા સ્ટંટ જાતે કરું છું એને કારણે ખભો ખરાબ થઇ ગયો. અનિલે કહ્યું કે, આ સ્ટંટથી મને સીધી અસર થાય છે, પરંતુ આગળ વધવા માટે આ પણ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here