Sunday, November 28, 2021
Homeઅન્નપૂર્ણાધામમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, આપણા દેશમાં જેવા ભક્ત એવા ભગવાન
Array

અન્નપૂર્ણાધામમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, આપણા દેશમાં જેવા ભક્ત એવા ભગવાન

ગાંધીનગર/ અમદાવાદ: આજે પીએમ મોદી અડાલજ ખાતે મા અન્નપૂર્ણાધામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવી પહોંચ્યા છે. અહિંયા તેઓએ મા અન્નપૂર્ણાની પૂજા-અર્ચના કરી હતી. બાદમાં તેમણે સ્ટેજ પર હાજર કેશુભાઈ પટેલને પગે લાગી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ પીએમ મોદીએ રિમોટથી શિક્ષણભવન- વિદ્યાર્થી ભવનનું અનાવરણ કર્યું. લેઉવા પાટીદારોને સંબોધન કરતા મોદીએ કહ્યું કે આપણા દેશમાં જેવા ભક્ત તેવા ભગવાન તેવી આપણી આધ્યાત્મિક સંસકૃતિ છે.

પીએમ મોદીનું સંબોધન

આપણા દેશમાં જેવા ભક્ત તેવા ભગવાન
કોઈ પણ દિશામાં જાઓ તમને ઓટલો અને રોટલો બંને મળે છે
કાઠિયાવાડના ખેડૂતનો મતલબ એટલે લેઉવા પટેલ
પછાત વર્ગના બાળકો અહિંયા શિક્ષા ગ્રહણ કરે તેવી આ શિક્ષણ સંકૂલમાં વ્યવસ્થા
સમાજ શક્તિશાલી હશે તો દેશ આપોઆપ શક્તિશાલી બનશે
લેઉવા પટેલ સમાજને ધરે જે દીકરી પેદા થાય તે દીકરીને મા અન્નપૂર્ણાને પગે લગાડવા લઈ આવે
સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા દુનિયાને ઉપર જોવું જ પડે
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કોઈ રેકોર્ડ નહી તોડી શકે
જાતિવાદના રંગે રંગવું એ એક પાપ છે
હું ઈચ્છું છું કે આપણો ખેડૂત જે પકવે તેને ફૂડ પ્રોસેસિંગનો લાભ મળે
અહિયાં હું કોઈ મહેમાન નથી
આજે જ્યારે ખેડૂત પુત્રો વચ્ચે આવ્યો છું ત્યારે જય જવાન જય કિસાનનું મુલ્ય છે

કાર્યક્રમમાં હાજર નેતાઓ

ઓ.પી.કોહલી

વિજય રૂપાણી

નીતિન પટેલ

કેશુભાઈ પટેલ

પરેશ ધાનાણી

જીતુભાઈ વાઘાણી

આનંદીબેન પટેલ

મોદીના ગુજરાત મિશનનો બીજો દિવસ
11:30 – વસ્ત્રાલના તનમન ક્રિકેટ મેદાન ખાતે શ્રમ યોગી માન ધન સ્કીમ (PM-SYM) લોન્ચિંગ
13:25 અમદાવાદ એરપોર્ટથી વિદાય

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments