અન્નાદ્રમુક NDAમાં સામેલઃ તમિલનાડુમાં ભાજપ 5, અન્નાદ્રમુક 27 સીટો પર ચૂંટણી લડશે

0
32

ચેન્નાઈઃ ભાજપ અને અન્નાદ્રમુક હવે એકસાથે મળીને લોકસભા ચૂંટણી લડશે. તમિલનાડુનાં ઉપ મુખ્યમંત્રી ઓ પન્નીરસેલ્વમે મંગળવારે આ અંગેની જાહેરાત કરી છે. આ દરમિયાન અન્નામુદ્રકનાં સહ સંયોજક અને તમિલનાડુનાં મુખ્યમંત્રી કે પલાનીસ્વામી, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ હાજર રહ્યા હતા.

તમિલનાડુમાં લોકસભાની 39 સીટો છે. ભાજપ રાજ્યની પાંચ અને અન્નાદ્રમુક 27 સીટો પર લોકસભા ચૂંટણી લડશે. સાત સીટો પીએમકેને ફાળવવામાં આવી છે. ભાજપ-અન્નાદ્રમુકનાં ગઠબંધન પહેલા મંગળવારે જ અન્નાદ્રમુક અને પીએમકે વચ્ચે સહમતિ બની હતી. ગત લોકસભાની ચૂંટણીમાં અન્નાદ્રમુકે 39માંથી 37 સીટો જીતી હતી. ગઠબંધનની શરતો પ્રમાણે, ભાજપને રાજ્યની 21 વિધાનસભા સીટો પર યોજાનારી ઉપચૂંટણીમાં અન્નાદ્રમુકને સમર્થન આપવુ પડશે.

અન્નાદ્રમુક અને પીએમકેમાં સહમતિ બની

આગામી લોકસભાની ચૂંટણી માટે અન્નાદ્રમુક અને પીએમકેમાં સહમતિ બની ગઈ છે. જેની જાહેરાત પણ મંગળવારે કરવામાં આવી છે. અન્નામુદ્રકે પીએમકેને લોકસભાની સાત સીટો આપી છે. આ ઉપરાંત રાજ્યસભાની એક સીટ પણ તેમને આપવામાં આવશે. પીએમકેનાં નેતા રામદાસે અન્નાદ્રમુક સમક્ષ જે માગ કરી હતી તેમાં કાવેરી ડેલ્ટામાં આવેલા જિલ્લાઓને સંરક્ષિત કૃષિ વિસ્તારનો દરજ્જો આપાવની, તમિલનાડુમાં જાતિ આધારિત જનગણના અને રાજીવ ગાંધીની હત્યાનાં સાત આરોપીઓને છોડવાની શરતો સામેલ છે.

તમિલનાડુ કુલ સીટો 39 (2014ની સ્થિતી)

પાર્ટી સીટો  વોટ શેયર 
અન્નાદ્રમુક 37 44.3
ભાજપ 1 5.5
દ્રમુક 0 26.8
કોંગ્રેસ 0 4.3
PMK 1 4.5

 

ડીએમકે સાથે પણ ગઠબંધન કરી શકે છે અન્નાદ્રમુક

અન્નાદ્રમુક અભિનેતામાંથી નેતા બનેલા વિજયકાંતની પાર્ટી ડીએમકે સાથે પણ ગઠબંધનની સંભાવનાઓને પણ શોધી રહી છે. એજન્સીનાં સૂત્રોનાં કહ્યાં પ્રમાણે, આ પછી સ્પષ્ટપણે ખબર પડશે કે અન્નાદ્રમુક અને ભાજપ વચ્ચે સીટોની વહેંચણી કઈ રીતે કરાશે

પહેલી માર્ચે પીએમ રેલી કરશે

ગઠબંધનની જાહેરાત ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં થવાની હતી, પરંતુ તેઓ આવી શક્યા ન હતા. હવે અગામી પહેલી માર્ચે કન્યાકુમારીમાં વડાપ્રધાન મોદી રેલી કરશે. જેમાં બન્ને દળોનાં નેતા હાજરી આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here