અન્ના હજારેએ કર્યો દિલ્હી CM પર શાંબ્દિક પ્રહાર, કહ્યુ ધન અને સત્તાનાં નશામાં મગ્ન છે કેજરીવાલ

0
30

એક સમયે મંચ પર સાથે બેસી સરકારનો વિરોધ કરતા અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલ હવે વિચારોની દ્વષ્ટિથી અલગ-થલગ જોવા મળી રહ્યા છે. દેશને એક સાથ એક મંત્રમાં પૂરોવી ભ્રષ્ટાચારનાં વિરોધમાં આંદોલન કરનાર અન્ના હજારેએ દિલ્હીનાં CM કેજરીવાલ પર શાંબ્દિક હુમલા કર્યા છે. તેમણે કહ્યુ કે, તે જનતા સાથે કરવામાં આવેલા વાયદાઓને ભૂલી ચુક્યા છે. હવે તે સત્તા અને પૈસાનાં નશામાં મગ્ન થઇ ગયા છે.

અન્ના હજારે વર્ષ 2014 પહેલા કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ભ્રષ્ટાચારને લઇને આંદોલન કર્યુ હતુ. જે વાતને ઉઠાવતા અન્ના હજારે કહ્યુ કે, દિલ્હીનાં સીએમ બન્યા બાદ અરવિંદ કેજરીવાલ બદલાઇ ગયા છે. જે કોંગ્રેસ વિરુદ્ધ અમે જંગ શરૂ કરી હતી, આજે કેજરીવાલ તેની સાથે દોસ્તી કરવાનો વિચાર કરી રહ્યા છે. આ જનતા સાથે છેતરપિંડી બરાબર છે. અન્નાએ વધુમાં કહ્યુ કે, રાજનીતિ અને સમાજીકરણમાં ચરિત્રનું હોવુ ખૂબ જરૂરી છે. પરંતુ રાજનીતિ માણસને બદલી કાઢે છે. જેમ કે અમે અરવિંદ કેજરીવાલને જોઇ રહ્યા છીએ. વધુમાં અન્નાએ કહ્યુ કે, હવે મે અકવિંદનો ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધુ છે. જનતા સાથે છેતરપિંડી કરવી ખોટી છે. જનતા બધુ જ જાણે છે. તેમણે કહ્યુ કે, જનતાનાં સમર્થનનાં કારણે જ લોકપાલ શક્ય બન્યુ છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીની 7 લોકસભા બેઠક પર ચુંટણી પ્રચાર શુક્રવારે શાંત થઇ ગયુ હતુ. અહી ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત મુકાબલો છે. આ પહેલા ભાજપ દિલ્હીની તમામ 7 બેઠકો જીતવામાં સફળ રહી હતી. ભાજપ આ બેઠકો પર જીતનાં પૂરા વિશ્વાસ સાથે ઉતરી છે. તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અહી ખાતુ ખોલવાનુ વિચારશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here