Tuesday, September 28, 2021
Homeઅન્ય યુવતી સાથે સંબંધની શંકા જતા પત્નીએ પતિનો પીછો કરી પ્રેમિકાના બેડરૂમમાંથી...
Array

અન્ય યુવતી સાથે સંબંધની શંકા જતા પત્નીએ પતિનો પીછો કરી પ્રેમિકાના બેડરૂમમાંથી ઝડપ્યો

અમદાવાદ: સેટેલાઈટમાં રહેતી અને એલિસબ્રિજમાં સિનિયર કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતી પાયલ (નામ બદલ્યું છે)એ આશિષ અરોરા સાથે પ્રેમસબંધ બંધાતા 2 વર્ષ પહેલાં લગ્ન કરી લીધાં હતાં. ત્યાર બાદ આશિષ તેના પિતાનો વ્યવસાય સંભાળતો હતો. આથી પોતે વ્યસ્ત રહેતો હોવાનું કહીને આશિષ અઠવાડિયામાં 5 દિવસ બહાર રહેતો હતો અને શનિ – રવિવાર પાયલ પાસે આવતો હતો. આ બાબતે પાયલે સાસુ-સસરા સાથે વાત કરતા આશિષને વસ્ત્રાપુરમાં રહેતી સંજના (નામ બદલ્યું છે) નામની યુવતી સાથે પ્રેમસબંધ હોવાથી તે તેના ઘરે જ રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.

આ બાબતે પાયલે આશિષને પૂછતા તેને અન્ય કોઈ સ્ત્રી સાથે સબંધ હોવાની ના પાડી હતી, તેમ છતાં પાયલે શંકાના આધારે આશિષની વોચ રાખતા તે સંજનાના ઘરે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. 14 માર્ચે સાંજે 5 વાગ્યે આશિષ સંજનાના ઘરે હોવાની માહિતી મળતા પાયલ ત્યાં પહોંચી હતી. પાયલે ડોરબેલ વગાડતા એક મહિલાએ દરવાજો ખોલતાની સાથે જ તે સીધી સંજનાના બેડરૂમ સુધી પહોંચી ગઈ હતી અને દરવાજો ખોલીને જોયું તો આશિષ અને સંજના મળી આવ્યાં હતાં. આ અંગે પાયલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

આશિષે પાયલ પાસેથી ધંધામાં જરૂર છે તેમ કહીને તેના દાગીના લઈને ફાઈનાન્સ કંપનીમાં ગિરવે મૂકી પૈસા લઈને સંજના પાછળ ઉડાંવ્યા હતા અને માતાના દાગીના ચોરી લીધા હતા. પિતાનું અવસાન થયું છે તેમ કહીને આશિષે બહારથી 40 લાખ બાકી લીધા હતા, જે બાબતની જાણ થતાં તેના પિતાએ તેને ઘરની બહાર કાઢી મૂક્યો હતો.

 

પાયલે જ્યારે પોલીસ કેસ કરવાની વાત કરી તો આશિષે તેને કહ્યું હતું કે, હું સંજનાને પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માગું છું. જો તું પોલીસ કેસ કરીશ તો હું તારી સામે ખોટો કેસ કરીશ કે મારા છૂટાછેડા થયા ન હોવા છતાં તે મારી સાથે લગ્ન કર્યાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments