અપક્ષ અપક્ષ કરતા કરતા રેશ્મા પટેલ NCPમાં જોડાઈ ગયા

0
36

પૂર્વ પાસ નેતા અને ભાજપ સાથે છેડો ફાડનારા રેશ્મા પટેલ હવે એનસીપીમાં સામેલ થઈ છે. રેશ્મા પટેલ માણાવદર બેઠક પરથી વિધાનસભાની પેટાચૂંટણી લડવાના છે. અમદાવાદમાં એનસીપી નેતા જયંત બોસ્કીએ રેશ્મા પટેલને ખેસ પહેરાવીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી આવકાર્યા છે અને તેમણે માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીનું મેન્ડટ આપ્યુ છે. તેઓ આવતીકાલે પેટાચૂંટણીનું ફોર્મ ભરશે.

અગાઉ ચર્ચા હતી કે રેશ્મા અપક્ષ ઉમેદવારી નોંધાવશે

મહત્વનું છે કે પહેલા જાણવા મળી રહ્યું હતું કે પોરબંદર બેઠક પર કોઈપણ પક્ષમાંથી ટિકિટ ન મળતાં રેશ્માએ અપક્ષ રીતે પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમણે પોતાના સમર્થકો અને ટેકેદારો સાથે ગાંધીજીના જન્મ સ્થળે જઇ તેમની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી.

બાદમાં ફોર્મ ભરવા કાર્યાલય પહોંચ્યા હતા. તો બારડોલી બેઠક પર BTP ના ઉમેદવાર ઉત્તમ વસાવા ઉમેદવારી પત્ર ભર્યું. તેમણે રેલી યોજી તાપીના વ્યારા ખાતે પહોંચીને ઉમેદવારપી ફોર્મ ભર્યું હતું. મહત્વનું છે કે ઉત્તમ વસાવા અગાઉ જેલમાંથી માંગરોળ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here