Sunday, February 5, 2023
Homeગુજરાતઅપક્ષ લડનારાને ભાજપમાં સ્થાન નહીં મળે: જીતુ વાઘાણી

અપક્ષ લડનારાને ભાજપમાં સ્થાન નહીં મળે: જીતુ વાઘાણી

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપે જ્યારે ટીકિટોની વહેંચણી કરી ત્યારે અનેક જુના જોગીઓને કાપી નાંખવામાં આવ્યાં હતાં. તેમાંથી કેટલાક લોકોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. હવે પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયું છે અને સોમવારે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પ્રચાર દરમિયાન મોટું નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, અપક્ષ લડનારાને હવે ભાજપમાં સ્થાન નહીં મળે.

જીતુ વાઘાણીના આ નિવેદનને લઈને રાજકીય ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે પાદરાના દિનેશ પટેલ અને વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ સહિતના દબંગો હાલમાં ભાજપની સામે ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપ વિરુદ્ધ જઈ અપક્ષ ઉમેદવારી કરનાર મધુ શ્રીવાસ્તવ, દિનુમામા, ધવલસિંહ ઝાલા સહિત 12ને સસ્પેન્ડ કર્યા છે. ભાજપ વિરુદ્ધ ગયેલાને બરખાસ્ત કરવાની ચીમકી અગાઉ સીઆર પાટીલે આપી હતી. આ પહેલા પણ 7 જેટલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 19ને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે સસ્પેન્ડ થયેલામાંથી જે લોકો અપક્ષમાં લડે છે અને ચૂંટણી જીતી જાય તો તે કોને ટેકો આપશે એ હવે સમય જ બતાવશે પણ હાલમાં જીતુ વાઘાણીના નિવેદનથી અપક્ષોમા પણ વિચારવાનનો મુડ પેદા કરી દીધો છે. અગાઉ સીઆર પાટીલે કહ્યું હતું કે, વિધાનસભાની 182 બેઠકો માટે 4,100 ઉમેદવારોએ ટિકિટની માંગ કરી હતી, આ તમામ ચૂંટણી લડવા માટે સક્ષમ છે.

જ્યારે આ જ પ્રકારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી વખતે 9,000 બેઠકો માટે 2 લાખ લોકોએ ટિકિટ માંગી હતી. જ્યારે બાકી કાર્યકર્તાઓએ નિઃસ્વાર્થભાવથી પક્ષ પ્રત્યે ફરજ બજાવી હતી. ત્યારે મધુ શ્રીવાસ્તવ, દિનેશ પટેલ તેમજ ધવલસિંહ ઝાલાની બળવાખોરીને લઇ પાટીલે ચેતવણી આપતાં કહ્યું કે, હજુ પણ નિર્ણય બદલવાનો સમય છે અને જો તેઓ પીછેહઠ નહીં કરે તો પાર્ટી તેમની વિરુદ્ધ પગલું ભરશે અને તેમને પાર્ટીમાંથી બરખાસ્ત કરી દેવાશે. ત્યાર બાદ 19 જેટલા બળવાખોરોને સસ્પેન્ડ કરી દેવાયા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular